કેસુડા ફુલ News

પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી
જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગ માં રંગાયેલ જોવા મળે છે કેમ કે હાલ પંચમહાલ ના જંગલો માં કેશુડો શોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક માં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરા ના વૃક્ષ પર જાણે સુંદરતા નો અતિરેક કરી નાખતી હોય એમ ખાખરા ના વૃક્ષ પર જે કેસૂડાં ના ફૂલ આવે છે એ ફૂલ થી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. પંચમહાલ સહીત આસપાસ ના વિસ્તારો માં હોળી પહેલા ઉગી નીકળતા કેશુડા  ના ફૂલ  માત્ર ફૂલ અને તેના રૂપ થી મનગમતો હોય એવું નથી કેશુડો તેના ઘણા બધા ગુણો થી પણ મનગમતો છે. પ્રથમ તો આ કેશુડો હોળી ના તહેવાર માં ધુળેટી રમવા માટે ના કુદરતી રંગ આપનાર ફૂલ છે, કેશુડા ના ફૂલ ને મસળી ને એમાંથી નીકળતા રંગ ની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજાર માં મળતા સિન્થેટિક કલર જે શરીર ને નુકશાન કારક હોય છે તેના કરતા કેશુડો રંગ માં શરીર ને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેશુડા માં આવેલ આયુર્વેદિક ગુણ તેના ઉપયોગ માં લેવા થી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે કેસૂડાં ના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેશુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્ર થી ઠંડક મળે છે અને આમેય પંચમહાલ ના લોકો તો વર્ષો થી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડી નો કોઈ રોગ હોય તો કેશુડા નો ઉપયોગ કરે જ છે 
Mar 8,2020, 23:49 PM IST

Trending news