નવસારી News

અમારું બધું પલળી ગયું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી 
Navsari Flood ધવલ પારેખ/નવસારી : નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર સ્થિતિને થાળી પાડવાના પ્રયાસોમાં મંડી પડ્યું છે. નવસારીના છ વોર્ડ અને 14 ગામડાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેમાં સીધા કે આડકતરી રીતે એકથી દોઢ લાખ લોકોને અસર થઈ હતી. આજે જ્યારે પૂરના પાણી ઉતર્યા છે, ત્યારે નવસારી શહેરમાં ચારેતરફ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. લોકોના ઘરનો તમામ સામાન પલળી ગયા છે, તો બાળકોના પુસ્તકો પણ પલળી ગયા છે. લોકો 24 કલાકથી ઘરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો કારખાનાઓમાં મશીનો પણ પલળી ગયા છે. ત્યારે હવે પૂર્વવત જીવન થાય તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. 
Jul 28,2024, 10:44 AM IST

Trending news