Airtel નો ફેમેલી માટે બેસ્ટ પ્લાન, 260GB ડેટાની સાથે ફ્રી કોલિંગ, DTH અને એમેઝોન પ્રાઇમનું ફ્રી એક્સેસ
એરટેલનો આ પ્લાન પોસ્ટપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. કંપની પ્લાનમાં એક રેગ્યુલર સિમની સાથે બે એડ-ઓન સિમ ઓફર કરી રહી છે. આ પ્લાન 260 જીબી ડેટા અને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની એરટેલ (Airtel) યૂઝર્સને ઘણા બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. આ કડીમાં કંપનીએ થોડા દિવસ પહેલા Airtel Black પ્લાન્સને લોન્ચ કર્યો છે. તેની ખાસિયત છે કે યૂઝર પોતાની જરૂરીયાત પ્રમાણે પોતાના પ્લાનને કસ્ટમાઇઝ કરી શકે છે. તો જો તમે તે યૂઝર્સમાં છો જેને પ્લાનની જરૂરીયાત પ્રમામે કસ્ટમાઇઝ કરવાનું કામ થોડુ મુશ્કેલ લાગે છે તો આવા યૂઝર્સ માટે 2099 રૂપિયાવાળો એરટેલનો બ્લેક પ્લાન સૌથી શાનદાર છે. આ એક પ્લાનમાં તમે અને તમારા પરિવાર માટે બેસ્ટ બેનિફિટ મળશે. આવો ડીટેલ જાણીએ.
2099 રૂપિયાવાળા એરટેલ બ્લેક પ્લાનમાં મળનારા બેનિફિટ્સ
એરટેલનો આ પ્લાન પોસ્ટપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. કંપની પ્લાનમાં એક રેગ્યુલર સિમની સાથે બે એડ-ઓન સિમ ઓફર કરી રહી છે. આ પ્લાન 260 જીબી ડેટા અને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે.
પ્લાનની ખાસ વાત છે કે તેમાં પોસ્ટપેડ કનેક્શન સિવાય ડીટીએસ, ફાઇબર બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન સર્વિસ પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પ્લાનમાં યૂઝર્સને એમેઝોન પ્રાઇમ વીડિયો અને એરટેલ એક્સટ્રીમનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.
ડીટીએસ સર્વિસની વાત કરીએ તો તેમાં કંપની 1500 રૂપિયાનું રિફન્ડ અમાઉન્ટની સાથે યૂઝર્સને ફ્રીમાં એક્સટ્રીમ બોક્સ આપી રહી છે. ડીટીએસ કનેક્શનની સાથે યૂઝર્સને 424 રૂપિયાનું ચેનલ પેક ફ્રી મળશે. તો ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શનમાં યૂઝર્સને કંપની 200Mbps ની ઇન્ટરનેટ સ્પીડની સાથે એક ફ્રી લેન્ડલાઇન કનેક્શન અને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ આપી રહી છે.
આ પણ વાંચોઃ Redmi Note 10T 5G: શાઓમીનો સૌથી સસ્તો 5જી ફોન લોન્ચ, ત્રિપલ કેમેરા સાથે મળશે શાનદાર ફીચર્સ
એરટેલનો આ પ્લાન યૂઝર્સને ઓછી કિંમતમાં સૌથી વધુ બેનિફિટ આપી રહ્યો છે. જો તમે અલગથી 200Mbps ની સ્પીડની સાથે કોઈ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન લો તો તે માટે તમારે દર મહિને 1200 રૂપિયાની આસપાસ ખર્ચ થશે.
તો એરટેલ બિલ પ્રમાણે ત્રણ અલગ પોસ્ટપેડ અને ડીટીએચ કનેક્શન માટે યૂઝર્સે દર મહિને 3 હજારથી વધુ ખર્ચ કરવા પડી શકે છે. આ રીતે જોવામાં આવે તો એરટેલનો 2099 રૂપિયાનો આ બ્લેક પ્લાન ખુબ ઓછા ખર્ચમાં અનેક સુવિધા આપી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે