ઘરની સાફ-સફાઈ કરવામાં કામવાળી નખરાં કરે છે? કાઢી મૂકો: ટેસલાનો આ નવો આવિષ્કાર જિંદગી બદલી નાંખશે!

Humanoid Launching to do all House Work: જો તમે પણ તમારી કામવાળી બાઈના નખરાથી કંટાળી ગયા છે તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે હવે વધારે સમય તમારે બાઈના નખરા વેઠવા નહીં પડે. એલન મસ્કની કંપની ટેસલા એક એવો આવિષ્કાર કરવા જઈ રહ્યું છે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

Trending Photos

ઘરની સાફ-સફાઈ કરવામાં કામવાળી નખરાં કરે છે? કાઢી મૂકો: ટેસલાનો આ નવો આવિષ્કાર જિંદગી બદલી નાંખશે!

Tesla Humanoid Robot Optimus All Details: આજની ફાસ્ટ જીવનશૈલીમાં કામવાળી બાઈ વિના જીવન પસાર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. જેમ જેમ તેમના પર નિર્ભરતા વધતી જઈ રહી છે, તેમ કામવાળી બાઈના નખરાઓ વધી રહ્યા છે. જો તમે પણ તમારી કામવાળી બાઈના નખરાથી કંટાળી ગયા છે તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે હવે વધારે સમય તમારે બાઈના નખરા વેઠવા નહીં પડે. એલન મસ્કની કંપની ટેસલા એક એવો આવિષ્કાર કરવા જઈ રહ્યું છે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ટેસલા એક એવો માણસ લઈને આવી રહ્યું છે કે જે તમારા એક અવાજ પર ઘરના તમામ કામ કરશે. તો જાણો કોણ છે આ વ્યક્તિ?

Tesla લોન્ચ કરવા જઈ રહ્યો છે 'માણસ'
અમે તમને જણાવી દઈએ કે જે માણસની અમે તમને કરી રહ્યા છે, તે અસલમાં એક રોબોર્ટ છે. જે ટેક્નિક પર ટેસલા કામ કરી રહ્યું છે. આ એક હ્યૂમનૉઈડ છે એટલે કે તે જોવામાં બિલકુલ આપણી જેમ દેખાય છે પરંતુ અંદરથી એક રોબોર્ટ છે. તેનું નામ 'Tesla Robot Optimus' રાખવામાં આવ્યું છે અને તેના પ્રોટોટાઈપના ખુલાસા Tesla AI Days ઈવેન્ટમાં કરવામાં આવશે. 19 ઓગસ્ટ 2022ના રોજ થનાર આ ઈવેન્ટની તારીખને લંબાવી દેવામાં આવી છે. એટલે કે હવે 30 સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. જેના કારણે પણ Tesla Robot Optimus ને પ્રોટોટાઈપને બનવા માટે લાગનાર સમય છે. 

આ રોબોર્ટ કરશે માણસોની જેમ દરેક કામ!
જો તમે વિચારી રહ્યા છો કે આ રોબોર્ટ શું કામ કરી શકશે અને તમને કઈ રીતે મદદ કરશે તો અમે તમને જણાવી દઈએ કે આ રોબોર્ટ, Tesla Robot Optimus ઘરના તમામ કામ કરશે. કંપનીનું એવું કહેવું છે કે આ રોબોર્ટની મદદથી વ્યક્તિ પોતાનું દરેક તે કામ પુરું કરાવી શકશે, જે માણસ પોતે કરવા માંગતો નથી, જેમાં ઘરની સાફ સફાઈ જેવા કામોનો સમાવેશ થાય છે.  ટેસલાનો ઉદ્દેશ્ય એવો છે કે આ રોબોર્ટ માણસોના રોજના કામ સરળતાથી પુરા કરી શકે જેથી લોકો બીજા ક્રિએટીવ કામમાં ધ્યાન આપી શકે. 

ટેસ્લા રોબોટ ઓપ્ટીમસ આના જેવો દેખાશે

tesla robot

તમને જણાવી દઈએ કે Tesla Robot Optimus જોવામાં કેવો હોઈ શકે છે. અમે તમને આગળ જણાવી દીધું કે આ રોબોર્ટ એક હ્યૂમનોઈડ છે એટલે કે જોવામાં બિલકુલ માણસની જેમ દેખાય છે. આ રોબોર્ટ ઘણો ફ્રેંડલી હશે. તેની વહન ક્ષમતા 45lbs (લગભગ 20.42 કિલો) હશે, તેનું વજન લગભગ 57 કિલો હશે અને તે 5MPHની ઝડપે કામ કરશે.

હાલ પૂરતી આટલી માહિતી મળી શકી છે. પરંતુ આવનારા સમયમાં માત્ર તેના પ્રોટોટાઈપને જ સામે લાવવામાં આવશે. સમાચાર અનુસાર તેનું ઉત્પાદન આવતા વર્ષે એટલે કે 2023માં શરૂ થઈ શકે છે. હાલમાં તેના લોન્ચિંગ અને કિંમત વિશે વધુ માહિતી સામે આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news