ચીનમાં ઈન્ટરનેટ બ્રાઉઝર સાથે જોડાશે યૂઝરનો ફોન નંબર, સરકાર રાખશે નજર

જો સુરક્ષા એજન્સીઓ ગૂગલ પાસેથી સર્ચ રેકોર્ડ પ્રાપ્ત કરવા ઈચ્છે તો દરેક વ્યક્તિને સરળતાથી પકડી શકે છે કે કોણે કઈ-કઈ જાણકારી સર્ચ કરી છે. 

 ચીનમાં ઈન્ટરનેટ બ્રાઉઝર સાથે જોડાશે યૂઝરનો ફોન નંબર, સરકાર રાખશે નજર

બેઈજિંગઃ ગૂગલે ચીન માટે તૈયાર કરાઈ રહેલા સેંસરયુક્ત સર્ચ ઈન ડૈગનફ્લાઈનો એક પ્રોટોટાઇપ વિકસિત કરી લીધો છે. જેમાં યૂઝર્સની સર્ચ હિસ્ટ્રીની સાથે તેનો ખાનગી ફોન નંબરને જોડી દેવામાં આવી છે. ધ ઈન્ટરસેપ્ટનના રિપોર્ટમાં શનિવારે જણાવાયું કે તેનો અર્થ તે છે કે જો સુરક્ષા એજન્સીઓ ગૂગલ પાસેથી સર્ચ રેકોર્ડ પ્રાપ્ત કરવા ઈચ્છે તો દરેક વ્યક્તિને સરળતાથી પકડી શકે છે કે કોણે કઈ-કઈ જાણકારી સર્ચ કરી છે. ખાસ કરીને સરકાર દ્વારા પ્રતિબંધિત શબ્દો કે જાણકારીઓ સર્ચ કરનારને તેના ખાનગી ફોન નંબરના માધ્યમથી પકડી શકાય છે. 

સર્ચ એન્જિન દિગ્ગજ ડૈગનફ્લાઈ બ્રાઉઝરને ખાસ કરીને ચીન માટે વિકસિત કરી રહ્યું છે, જે દેશના સત્તાધારી કોમ્યુનિશન શાસન માટે સંવેદનશીલ જાણકારીઓને સેન્સર કર્યા બાદ યૂઝર્સને દેખાડશે. તેમાં રાજકીય અસહમતિ, મુક્ત અભિવ્યક્તિ, પ્રજાતંત્ર માનવાધિકાર અને શાંતિપૂર્ણ પ્રદર્શન જેવા શબ્દો અને તેની સાથે જોડાયેલી જાણકારીઓને પ્રતિબંધિત કરી દેવામાં આવશે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ પરિયોજના વિશે જાણકારી રાખનાર સૂત્રોનું કહેવું છે કે ચીનની એક કંપનીની સાથે સંયુક્ત ઉદ્યમમાં ડ્રૈગનફ્લાઈનું સંચાલન કરવામાં આવશે અને આ ઉદ્યમમાં કામ કરનારા કર્મચારી સર્ચ એન્જીન માટે પ્રતિબંધિત વિષયો અને શબ્દોને અપડેટ કરતા રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news