Car ખરીદવા માંગો છે પણ બજેટ છે માત્ર 4 લાખ રૂપિયા, ડોન્ટ વરી આ રહ્યા દમદાર ઓપ્શન

Cars Under Four Lakh Rupees: લોકો કાર ખરીદતાં પહેલાં ગાડીની કિંમતને લઇને ટેન્શનમાં રહે છે. માર્કેટમાં ચાર લાખ રૂપિયા સુધીની કિંમતમાં પણ કાર આવી રહી છે. તેમાં મારૂતિ (Maruti) અને બજાજ ((Bajaj) ના મોડલ સામેલ છે. 

Car ખરીદવા માંગો છે પણ બજેટ છે માત્ર 4 લાખ રૂપિયા, ડોન્ટ વરી આ રહ્યા દમદાર ઓપ્શન

Cheapest Cars in India: લોકો કાર ખરીદવા માટે સૌથી પહેલાં જે વસ્તુ જુએ છે તે કારની કિંમત છે. લોકો મોટાભાગે ઓછી કિંમતમાં સારી કાર ખરીદવા માંગે છે. તો બીજી તરફ જો કોઇની પાસે ગાડી ખરીદવાનું બજેટ માત્ર 4 લાખ રૂપિયા છે, તો આ પ્રાઇસ-રેંજમાં પણ ભારતીય બજારમાં ગાડીઓ છે.  

4 લાખ રૂપિયાની રેંજની કાર
ભારતીય બજારમાં ચાર લાખ રૂપિયાની રેંજમાં પણ ગાડીઓ સામેલ છે. તેમાં મારૂતિ સુઝુકીના મોડલ પણ સામેલ છે અને સાથે જ બજાજની ટેક્સી પણ આ પ્રાઇઝ-રેંજમાં આવે છે. તો ચાલો ચાર લાખ રૂપિયાની રેંજમાં આવનાર કારો વિશે જાણીએ. 

મારૂતિ સુઝુકી અલ્ટો કે10 (Maruti Suzuki Alto K10)
મારૂતિ સુઝુકી અલ્ટો કે10 (Maruti Suzuki Alto K10) એક બજેટ ફ્રેડલી કાર છે. ઓછી કિંમત હોવા છતાં આ કારમાં ઘણા ફીચર્સ છે. મારૂતિ સુઝુકીની આ કારમાં ઓટો ગિયર શિફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારના સ્ટીયરિંગમાં જ ઓડિયો એન્ડ વોઇસ ફીચર ઉમેરવામાં આવ્યા છે. મારૂતિ સુઝુકી અલ્ટો કે10 (Maruti Suzuki Alto K10) માં ડિજિટલ સ્પીડ ડિસ્પ્લે સાથે સ્પીડોમીટર લાગી રહ્યું છે. 

મારૂતિની આ કારમાં સ્માર્ટફોન નેવિગેશનનું ફીચર સ્માર્ટપ્લે સ્ટૂડિયો સાથે આપવમાં આવ્યું છે. આ કારમાં સારી ઓડિયો ક્વોલિટી માટે 4 સ્પીકર્સ પણ લગાવવામાં આવ્યા છે. મારૂતિ સુઝુકી અલ્ટો કે 10  ની એક્સ શો રૂમ પ્રાઇઝ 3.99 રૂપિયાથી શરૂ થાય છે. 

બજાજ ક્યૂટ (Bajaj Qute)
બજાજ ક્યૂટ એક ઓટો ટેક્સી છે. આ ટેક્સીમાં 216.6 cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે, જે 9.15 kWની મેક્સિમમ પાવર મળે છે. આ ટેક્સીની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 20.6 લિટર છે. તેના એલપીજી અને સીએનજી બંને વેરિઅન્ટમાં ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. આ નાની ટેક્સીની ખાસિયત એ છે કે તેને ટ્રાફિકમાં સરળતાથી ચલાવી શકાય છે. આ ટેક્સીમાં સામાન રાખવા માટે ઘણી જગ્યા પણ આપવામાં આવી છે. આ ઓટો ટેક્સીની એક્સ-શોરૂમ કિંમત 3.61 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news