આ છે દુનિયાનો સૌથી મજબૂત મોબાઈલ ફોન, ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
Sonim XP3300 Force 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને સખત અને ટકાઉ ફોન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેને બજારમાં લોન્ય કરવામાં આવ્યો છે. આ વિશ્વનો સૌથી કઠોર અને મજબૂત ફોન છે.
Trending Photos
World Toughest Phone: ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, વિશ્વનો સૌથી મજબૂત ફોન સોનિમ XP3300 ફોર્સ છે. Sonim XP3300 ને 84 foot (25.6 meter)ની ઊંચાઈથી નીચે ફેકવામા આવ્યો અને ફોન કોઈપણ નુકસાન વિના બચી ગયો હતો. આ પછી ફોનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મજબૂત ફોન તરીકે સામેલ કરવામાં આવ્યો.
સોનિમ XP3300 ફોર્સનો ઇતિહાસ
Sonim XP3300 Force 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને માર્કેટમાં ટકાઉ ફોન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો અને લોન્ચ કરવામાં આવ્યો હતો, જે ખરાબ પરિસ્થિતિઓ અને વાતાવરણનો સામનો કરી શકે. આ ફોન ખાસ એવા લોકો માટે રજૂ કરવામાં આવ્યો જેઓ બાંધકામ, ખાણકામ અને જાહેર સુરક્ષા જેવી જગ્યાઓ પર કામ કરે છે. એવી જગ્યાઓ જ્યાં ફોન વારંવાર તૂટી જાય છે. ફોનને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જો ઊંચાઈ પરથી નીચે પડે અથવા ઊંચા તાપમાનના સંપર્કમાં આવે તો પણ તેને નુકસાન ન થાય.
સોનિમ XP3300 ફોર્સના કેટલાક ખાસ ફીચર્સ
આ ફોનને 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં ફોનમાં વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને શોકપ્રૂફની સુવિધા હતી. ફોન 2 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી ટકી શકે છે. ફોનમાં અલ્ટ્રા-ટફ ગોરિલ્લા ગ્લાસ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્ક્રેચ-પ્રતિરોધક છે. ફોનના બાહ્ય ભાગમાં રબરાઇઝ્ડ મટિરિયલ છે જે સારી પકડ આપે છે અને તેને નુકસાનથી પણ બચાવે છે.
આ પણ વાંયો:
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ગૌતમ અદાણી પડતા-પડતાં 25માં નંબરે પહોંચ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી
Sonim XP3300 ફોર્સની બેટરી અને કેમેરા
સોનિમ XP3300 ફોર્સ 1750mAh બેટરીથી સજ્જ છે જે 20 કલાક સુધીનો ટોકટાઈમ અથવા 800 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ ચાલી શકે છે, જે તેને વીજળી ન હોય તેવા સ્થળોએ પણ ઉપયોગ માટે યોગ્ય બનાવે છે. જેમાં 2MP કેમેરા, બ્લૂટૂથ કનેક્ટિવિટી, બિલ્ટ-ઇન એફએમ રેડિયો અને ફ્લેશલાઇટ છે. ફોનમાં મોટા કદના બટનો છે, જેનો ઉપયોગ કરવો સરળ છે, મોજા પહેરીને પણ ફોન ચલાવી શકાય છે. આ સિવાય તેની ડિસ્પ્લે પણ શાનદાર છે. સીધા સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીન સરળતાથી વાંચી શકાય છે.
sonim xp3300 ફોર્સ અપડેટ
લોન્ચ થયા પછી, સોનિમ XP3300 ફોર્સમાં સંખ્યાબંધ અપડેટ્સ અને સુધારાઓ કરવામા આવ્યા છે. ફોનનું લેટેસ્ટ વર્ઝન સોનિમ XP8 છે, જે 2018માં લોન્ચ થયું હતું. XP8 XP3300 ફોર્સની વિશેષતાઓ પર બનાવવામા આવ્યો છે જેમા 4G LTE નેટવર્ક સપોર્ટ, એક મોટું ડિસ્પ્લે અને વધુ સારા કેમેરા જેવી નવી સુવિધાઓ ઉમેરવામા આવી છે.
સોનિમ XP3300 ફોર્સ એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વનો સૌથી મજબુત ફોન છે, આ ફોન એ સમયના લોકો માટે સૌથી મજબૂત અને વિશ્વસનીય ટેક્નોલોજી શોધી રહેલા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ હતો.
આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
તમારી આ ભૂલોના કારણે ગાડીની બ્રેકનું પેડ સમય પહેલાં થઈ શકે છે ખરાબ
VIDEO: આઉટ થતા ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, ડ્રેસિંગ રૂમમાં જઈને સંભળાવી ખરી-ખોટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે