WhatsApp Features: હવે 2 સ્માર્ટફોન્સ પર યૂઝ કરો WhatsApp એકાઉન્ટ! નવા ફીચરે મચાવી ધમાલ

વોટ્સએપ દુનિયાના સૌથી સારા અને લોકપ્રિય ચેટિંગ એપ્સમાંથી એક છે. આમ તો આ પ્લેટફોર્મ તે તમામ ફીચર્સથી સજ્જ છે જે યૂઝરની સુવિધા માટે જરૂરી છે. પરંતુ તેમછતાં પણ ઘણા યૂઝર્સની ફરિયાદ રહે છે કે તે પોતાના એક વોટ્સએપ એકાઉન્ટ એકથી વધુ ડિવાઇસીસમાં ઉપયોગ કરી શકે છે.

WhatsApp Features: હવે 2 સ્માર્ટફોન્સ પર યૂઝ કરો WhatsApp એકાઉન્ટ!  નવા ફીચરે મચાવી ધમાલ

WhatsApp Update Use One Account on Two Smartphones: વોટ્સએપ દુનિયાના સૌથી સારા અને લોકપ્રિય ચેટિંગ એપ્સમાંથી એક છે. આમ તો આ પ્લેટફોર્મ તે તમામ ફીચર્સથી સજ્જ છે જે યૂઝરની સુવિધા માટે જરૂરી છે. પરંતુ તેમછતાં પણ ઘણા યૂઝર્સની ફરિયાદ રહે છે કે તે પોતાના એક વોટ્સએપ એકાઉન્ટ એકથી વધુ ડિવાઇસીસમાં ઉપયોગ કરી શકે છે. સત્તાવાર રીતે અત્યાર સુધી એવું કોઇ ફીચર ન હતું પરંતુ હવે વોટ્સએપ એક ફીચર લઇને આવી રહ્યું છે જેથીત અમે તમારું એક જ એકાઉન્ટ બે સ્માર્ટફોન્સ પર એકસાથે ઉપયોગ કરી શકશે. આવો આ ફીચર વિશે ડિટેલમાં જાણીએ...

હવે બે સ્માર્ટફોન્સ પર એકસાથે યૂઝ કરો એક WhatsApp એકાઉન્ટ!
જો તમે વિચારી રહ્યા છો કે અમે તમને એક થર્ડ-પાર્ટી એપનો રેફ્રેન્સ આપવાના છીએ જેની મદદથી તમે આમ કરી શકશો તો તમે ખોટા છો. અમે તમને કહી રહ્યા છે કે વોટ્સએપ પોતે એક એવું ફીચર લોન્ચ કરી રહ્યું ચેહ જેને તમે તમારા એક વોટ્સએપ એકાઉન્ટને બે સ્માર્ટફોન્સ અથવા ડિવાઇસીસ પર એકસાથે ઉપયોગ કરી શકશે. આવો જાણીએ કે આ ફીચર વિશે અમને કેવી ખબર પડી અને આ કેવી રીતે કામ કરશે. 

WhatsApp લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર
WABetaInfo મુજબ વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે. જેનાથી યૂઝર્સ પોતાના ચેટ્સને એકસાથે એકથી વધુ ડીવાઇસીસ પર સિંક કરી શકશે. આ પ્રકારે એક જ વોટ્સએપ એકાઉન્ટ એકથી વધુ ડિવાઇસીસ પર એક્ટિવ રહી શકે છે. આ ફીચર હેઠળ તમે વોટ્સએપ પર ચેટ હિસ્ટ્રીને સિંક કરી શકો છો અને તેના માટે તમારે એક એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહી પડે.  

આ રીતે કામ કરશે આ ફીચર
આવો તમને જણાવીએ કે આ ફીચર કયા પ્રકારે કામ કરે છે. WABetainfo ના મુજબ જ્યારેથી કોઇ યૂઝ બીજા ડિવાઇસ પર પોતાનું વોટ્સએપ એકાઉન્ટ લોગ-ઇન કરો છો, તો આરામથી પોતાના એકાઉન્ટને સેન્કડરી ડિવાઇસ પર પણ લિંક કરી શકશો. પ્રોસેસને પુરી થવામાં સમય લાગશે એટલા વોટ્સએપ તે જ મેસેજ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ પર છે. 

તમને જણાવી દઇએ કે આ ફીચર પર હાલ કામ ચાલી રહ્યું છે એટલા માટે કહી ન શકાય કે આ ક્યાં સુધી લોન્ચ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news