Nityanand Ashram Dispute Case: નિત્યનંદિતા હાલ ભારતમાં હોવાનો થયો ખુલાસો

ચાઈલ્ડ વેલ્ફર કમિટીની તપાસમાં આ પ્રમાણે માહિતી બહાર આવી છે. આશ્રમમાં હાલમાં 33 બાળકો છે. પહેલા 37 બાળકો હતા. સવારે ત્રણ વાગ્યે ઉઠાડીને શિક્ષણ અપાતું હતું. આશ્રમમાં જે બાળકો છે તેમની ઉંમર 8થી 16 વર્ષ વચ્ચે છે. તમામ બાળકો પોતાની અથવા માતા-પિતાની ઈચ્છાથી આશ્રમમાં છે. યોગ, સાધના, શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપવામાં આવે છે. બાળકોને સાથે-સાથે ટેમ્પલ સાયન્સ અને આધ્યાતમિકતાની તાલીમ આપવામાં આવે છે. આખા આશ્રમમાં બાળકો સંસ્કૃત વાતચીત કરે છે. નિત્યનંદિતા હાલમાં ભારતમાં હોવાનો ખુલાસો થયો છે. હાઈકોર્ટમાં 26 નવેમ્બર પહેલા હાજર કરવા સંભાવના નહિવત દેખાઇ રહી છે.

Trending news