પશુઓના સ્વાસ્થ્ય માટે સાબર ડેરીએ શું અનોખો પ્રયોગ કર્યો? જુઓ 'ગામડું જાગે છે'
વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં છે. પશુપાલકોને પણ પશુઓના ઘાસચારાની ચિંતા સતાવી રહી છે. આવા સમયે તેમને યોગ્ય આહાર આપવો જરુરી છે જેથી દૂધની ગુણવત્તા જળવાઈ રહે. તેથી સાબરડેરીએ એનડીડીબીના સહયોગથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધાળા પશુઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે ...આ પ્રયોગમાં પશુઓની સારવાર એલોપેથીક દવાઓને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ આયુર્વેદીક દવાથી કરવાની શરૂઆત કરાઈ છે...આ પ્રયોગથી પશુપાલકોને અનેક ફાયદા થઈ રહ્યાં છે.