અમદાવાદમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ

અમદાવાદમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. અમદાવાદ સિવિલમાં બે શંકાસ્પદ દર્દીઓ પહોંચ્યા. બંને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ડોકટરો દ્વારા બને દર્દીઓની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. બંને દર્દીઓના લોહીના નમૂના પુણે મોકલવામાં આવશે. આ અગાઉ અમદાવાદમાં દાખલ કરાયેલી 28 વર્ષીય મહિલાનો રિપોર્ટનો હજી રાહ જોવાઇ રહી છે.

Trending news