Britain: બ્રિટિશ PM બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચાકુ મારી હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ
બ્રિટનની કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ ડેવિડ અમીસ પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ લી-ઓન-શહેર સ્થિત બેલફેયર્સ મેથડિસ્ટ ચર્ચમાં પોતાના સહયોગીઓ સાથે બેઠક કરી રહ્યા હતા.
Trending Photos
લંડનઃ બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કંઝર્વેટિવ પાર્ટીના એક સાંસદ ડેવિડ એમેસને ચર્ચમાં ચાકુ મારવામાં આવ્યો છે. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયેલા 69 વર્ષીય સાંસદનું સારવાર દરમિયાન નિધન થયું છે. આ ઘટના સમયે તેઓ પોતાના ચૂંટણી જિલ્લામાં મતદાતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે ડેવિડ એમેસસ પર અનેક ચાકુના ઘા કરવામાં આવ્યા. પોલીસે હુમલો કરનારની ધરપકડ કરી લીધી છે.
સાંસદ ડેવિડ એમેસના કાર્યાલયે કરી પુષ્ટિ
ડેવિડ એમેસ પૂર્વી ઈંગ્લેન્ડના એસેક્સમાં સાઉથેન્ડ વેસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના કાર્યાલયે હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ આ ઘટનાની વધુ વિગત આપવામાં આવી નથી. ઘટનાસ્થળ પર હાજર એક સ્થાનીક કોર્પોરેટર જોન લેમ્બે જણાવ્યુ કે, તેમને અનેકવાર ચાકુ મારવામાં આવ્યો.
1983માં પ્રથમવાર સાંસદ બન્યા હતા ડેવિડ
ડેવિડ એમેસ પ્રથમવાર 1983માં બેસિલડનથી સાંસદ ચૂંટાયા હતા. ત્યારબાદ તે 1997માં સાઉથેન્ડ વેસ્ટથી ચૂંટણી માટે ઉભા રહ્યા. તેમની વેબસાઇટમાં તેમના મુખ્ય હિતોની યાદીમાં પશુ કલ્યાણ અને જીવન-સમર્થક મુદ્દા સામેલ છે. વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારરે કહ્યુ કે, ભયાનક અને ચોંકાવનારા સમાચાર. ડેવિડના પરિવાર અને તેમના કર્મચારીઓ વિશે વિચારી રહ્યો છું.
એસેક્સ પોલીસે કહ્યુ કે, અધિકારીઓને લી-ઓન-સીમાં શુક્રવારે બપોરે હુમલાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચાકુ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યુ- અમને આ મામલામાં હવે કોઈને શોધી રહ્યા નથી અને અમારૂ માનવુ છે કે જનતા માટે ખતરાની કોઈ વાત નથી.
ચર્ચમાં બેઠક કરી રહ્યા હતા સાંસદ
આ વચ્ચે સ્કાઈ ન્યૂઝે કહ્યું કે, કંઝર્વેટિવ સાંસદ ડેવિડ પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ લી-ઓન-સી શહેર સ્થિત બેલફેયર્સ મેથડિસ્ક ચર્ચમાં પોતાના સહયોગીઓ સાથે બેઠક કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે