Pfizer ની Corona Vaccine ખતમ કરી દેશે મહામારી, ડિસેમ્બર સુધી Oxford વેક્સિન લાવવાની તૈયારીમાં


Coronavirus Vaccine: કોરોના વાયરસ વેક્સિન માટે Pfizer, Oxford અને Modernaએ જાહેરાત કરી છે.
 

Pfizer ની Corona Vaccine ખતમ કરી દેશે મહામારી, ડિસેમ્બર સુધી Oxford વેક્સિન લાવવાની તૈયારીમાં

વોશિંગટનઃ Pfizer અને BioNTech ની mRNA આધારિત કોરોના વાયરસ વેક્સિન આ દિવસોમાં ચર્ચામાં છે. કંપનીએ દાવો કર્યો કે વેક્સિન 90 ટકા અસરકારક છે અને હવે તેને વિકસિત કરનારી ટીમના અબજોપતિ મુખ્ય વૈજ્ઞાનિક ઉગૂર સાહિને દાવો કર્યો કે, વેક્સિન વાયરસ પર આકરો પ્રહાર કરશે અને મહામારીને સમાપ્ત કરી દેશે. પરંતુ વૈજ્ઞાનિકો અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ કહ્યું કે, વેક્સિનને રામબાણ ઇલાજ ન માનવો જોઈએ કારણ કે હજુ સુધી તેના કામ કરવાને ગેરંટી મળી નથી. 

એક વર્ષ સુરક્ષા
હકીકતમાં વેક્સિનને યુવા અને સ્વસ્થ લોકો પર ટેસ્ટ કરવામાં આવી હતી અને તેવામાં વૃદ્ધો પર તેની શું અસર થશે, તે પણ જોવાનું રહેશે. તો સાહિનનું કહેવુ છે કે વેક્સિનનો સંપૂર્ણ ડેટા ત્રણ સપ્તાહમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ કોવિડ-19ને રોકી શકશે પરંતુ શું તે ટ્રાન્સમિશનને રોકી શકશે કે નહીં તેનો જવાબ હજુ મળ્યો નથી. સાહિલે કહ્યુ કે, વેક્સિન એક વર્ષ માટે સુરક્ષા આપશે અને દર વર્ષે એક બૂસ્ટરની જરૂર પડી શકે છે.

અમેરિકી ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન, સમર્થકો-વિરોધીઓમાં હિંસક ઘર્ષણ

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZeneca ની વેક્સિન ટ્રાયલના લીડર પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડનું કહેવુ છે કે ટીમને આશા છે કે ક્રિસમસ સુધી વેક્સિનને મંજૂરી મળી જશે. તેમનું કહેવુ છે કે આ Pfizerથી 10 ગણી સસ્તી હશે. હકીકતમાં Pfizer ની વેક્સિનને -70 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર રાખવી પડશે અને કેટલાક સપ્તાહના અંતર પર બે ઇન્જેક્શન લગાવવા પડશે. ઓક્સફર્ડની વેક્સિનને ફ્રિઝના તાપમાન પર રાખવી પડશે. 

અમેરિકાની Moderna Incએ હાલમાં કહ્યું કે, તેની mRNA વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના શરૂઆતી ડેટાને મોનિટરિંગ બોર્ડને સબમિટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેનાથી આશા જાગી છે કે જલદી શરૂઆતી પરિણામ પર જાહેર કરી દેવામાં આવશે. પહેલા અંતરિમ એનાલિસિસમાં 53 સામેલ કરવાની સંભાવના છે. Moderna એ પોતાની અંતિમ તબક્કાની ટ્રાયલ જુલાઈમાં શરૂ કરી હતી અને કંપની પોતાના ટાર્ગેટથી પાછળ ચાલી રહી છે. હકીકતમાં તેના બે ડોઝ ચાર સપ્તાહના અંતર પર આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news