Nigeria Refinery Blast: નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ, 12 લોકોના મોત
નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા વિસ્તારમાં એક ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ધડાકા અને ત્યારબાદ આગથી ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જો કે સ્થાનિક લોકોનું એવું કહેવું છે મૃતકોની સંખ્યા હજુ વધુ છે.
Trending Photos
નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા વિસ્તારમાં એક ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ધડાકા અને ત્યારબાદ આગથી ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જો કે સ્થાનિક લોકોનું એવું કહેવું છે મૃતકોની સંખ્યા હજુ વધુ છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે દક્ષિણ રાજ્યના એમુહા પરિષદ વિસ્તારમાં જ્યારે ગેરકાયદેસર રિફાઈનરી સંચાલક ઓઈલ ચોરી કરવાની કોશિશ કરતા હતા ત્યારે એક પાઈપલાઈન પાસે વિસ્ફોટ થયો.
તેમણે કહ્યું કે પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતના સંકેત મળ્યા છે કે સાઈટમાં આગ લાગવાના સમયે તમામ મૃતકો ક્રૂડ ઓઈલ કાઢી રહ્યા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટ અને આગ લાગવાથી પાંચ વાહન, ચાર ઓટો રિક્ષા અને એક મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગયા. તેમણે કહ્યું કે હાલ અધિકારીઓ એ વાતની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છે કે આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે.
બીજી બાજુ સ્થાનિકોના જણાવ્યાં મુજબ વિસ્ફોટ અને આગ લાગવાની ઘટનામાં ડઝન જેટલા લોકોના મોત થયા હોઈ શકે છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના યુવા હતા. જેમણે ઓછામાં ઓછા પાંચ વાહનોમાં એક પાઈપલાઈનથી ઓઈલ કાઢવાની અને એક ગેરકાયદેસર રિફાઈનરી સાઈટ પર લઈ જવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ ખુબ મોટો હતો. જેના કારણે આજુબાજુની ઈમારતો પણ હલી ગઈ. આસપાસના કેટલાક લોકો બચાવવાની કોશિશ કરવા માટે દોડ્યા પરંતુ કઈ કરી શક્યા નહીં.
યુથ્સ એન્ડ એનવાયરલમેન્ટ એડવોકેસી સેન્ટરના કાર્યકારી નિદેશક ફાઈનફેસ ડુમનામેને કહ્યું કે જેવા ચાલકે ક્રૂડ ઓઈલના ગેલનથી લદાયેલી બસને સ્ટાર્ટ કરી તે દરમિયાન ધૂમાડો ફેંકનારા પાઈપમાંથી ચિંગારી નીકળતા જ વિસ્ફોટ થઓ. બાદમાં અન્ય બાજુ પણ આગળ ફેલાઈ ગઈ અને લગભગ પાંચ વાહનોમાં સવાર તમામ લોકો બળીને ખાખ થઈ ગયા.
અત્રે જણાવવાનું કે ટોચના તેલ ઉત્પાદકોમાં સામેલ નાઈજીરિયામાં ગેરકાયદેસર રિફાઈનરીનો બિઝનેસ ખુબ ફૂલ્યો ફાલ્યો છે. ગેરકાયદેસર રિફાઈનરી સંચાલક તેલ સંપન્ના નાઈજીરિયા ડેલ્ટા વિસ્તારમાં વધુ સક્રિય છે. જ્યાં દેશની મોટાભાગની ઓઈલ કંપનીઓ છે. અહીં સુરક્ષા માપદંડોનું ભાગ્યે જ પાલન થાય છે. જેના કારણે આગની ઘટનાઓ ઘટે છે. ગત વર્ષે ઈમો રાજ્યમાં પણ આવી જ ઘટનામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે