ટ્રેડથી લઈને ટેરરિઝમ સુધી....ડોનાલ્ડ ટ્રમ્પની અનેક મોટી જાહેરાતો, PM મોદીને ગણાવ્યા- ટફ નેગોશિએટર!

ફ્રાન્સ બાદ હવે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ અને અનેક કરાર થયા. જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપવામાં આવી. 

ટ્રેડથી લઈને ટેરરિઝમ  સુધી....ડોનાલ્ડ ટ્રમ્પની અનેક મોટી જાહેરાતો, PM મોદીને ગણાવ્યા- ટફ નેગોશિએટર!

પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી. જ્યાં તેમણે બંને દેશો વચ્ચે થયેલા મહત્વના કરારો વિશે માહિતી આપી અને પત્રકારોના અનેક સવાલોના જવાબ આપ્યા. પીએમ મોદીએ કહ્યું કે, 2030 સુધીમાં અમે ભારત-અમેરિકી વેપારમાં બમણો વધારો કરીશું. જ્યારે ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતા સારા નેગોશિએટર ગણાવ્યા. 

જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે, સૌથી પહેલા હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય સત્કાર બદલ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધોને પોતાના નેતૃત્વથી જીવંત બનાવ્યું છે. આતંક સામે લડવામાં અમે સહયોગ કરીશું. સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂર છે. 26/11 ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. અમારી કોર્ટો તેને ન્યાયના ઘેરામાં લાવશે. પીએમ મોદીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે ભારત અને અમેરિકાનો સાથ અને સહયોગ એક સારા વિશ્વને આકાર આપી શકે છે. 

— ANI (@ANI) February 13, 2025

પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના મોટો, મેક અમેરિકા ગ્રેટ અગેઈન, એટલે કે MAGA થી પરિચિત છે. ભારતના લોકો પણ વારસા અને વિકાસના પાટા પર વિક્સિત ભારત 2047ના દ્રઢ સંકલ્પને લઈને તેજ ગતિશક્તિથી વિકાસ તરફ અગ્રેસર છે. અમેરિકાની ભાષામાં કહું તો ભારતનો અર્થ Make India Great Again એટલે કે MIGA છે. જ્યારે અમેરિકા અને ભારત એક સાથે મળીને કામ કરે છે એટલે કે MAGA અને MIGA ત્યારે બની જાય છે MEGA Partnership for Prosperity. અને આ મેગા સ્પિરિટ આપણા લક્ષ્યોને નવા સ્કેલ અને સ્કોપ આપે છે. 

PM મોદીએ કહ્યું કે ભારતની રક્ષા તૈયારીઓમાં અમેરિકાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રણનીતિક અને ભરોસાપાત્ર ભાગીદારોના નાતે અમે જોઈન્ટ ડેવલપમેન્ટ, જોઈન્ટ  પ્રોડક્શન અને ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજીની દિશામાં સક્રિય રીતે આગળ વધી રહ્યા છીએ. આજે અમે TRUST, એટલે કે Transforming Relationship Utilizing Strategic Technology પર સહમતિ બનાવી છે. જે અંતર્ગત ક્રિટિકલ મિનરલ, એડવાન્સ્ડ મટિરિયલ, અને ફાર્માસ્યુટિકલની મજબૂત સપ્લાય ચેન બનાવવા પર ભાર મૂકાશે. 

— ANI (@ANI) February 13, 2025

તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાની ભાગીદારી લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યો તથા વ્યવસ્થાઓને સશક્ત બનાવે છે. ઈન્ડો પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે અમે મળીને કામ કરીશું. જેમાં ક્વાડની ભૂમિકા વિશેષ હશે. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત અને અમેરિકા દ્રઢતાથી સાથે છે. અમે સહમત છીએ કે સરહદપાર આતંકવાદના ખાતમા માટે નક્કર કાર્યવાહી જરૂરી છે. 

500 બિલિયન ડોલર સુધી પહોંચશે વેપાર
પીએમ મોદીએ એ પણ કહ્યું કે આજે અમે અમારા  દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં બમણાથી પણ વધુ વધારીને 500 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. અમારી ટીમો આ માટે લાભકારી વેપાર સમજૂતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરશે. અમેરિકામાં ભારતીય સમુદાય અમારા સંબંધોમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. અમારા લોકો વચ્ચે સંબંધોને વધારવા માટે, અમે જલદી લોસ એન્જલસ અને બોસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ સ્થાપિશું. 

જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસ અને પીએમ મોદીની હોસ્પિટાલિટી વિશે વાત કરી. તેમણે દેશોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ફ્રેમવર્કની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું કે આ વર્ષે અબજો ડોલરની સાથે અધિક રક્ષા વેચાણ શરૂ થઈ રહ્યું છે. ક્વાડ અને ઈન્ડો પેસિફિકને મજબૂત બનાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરાશે. 

— ANI (@ANI) February 14, 2025

ટ્રમ્પે કહ્યું કે મને એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મારા પ્રશાસને ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ષડયંત્રકારમાંથી એકને પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીએ હાલમાં જ ભારતના અયોગ્ય ટેરિફમાં કાપની જાહેરાત કરી ચે. ભારત સાથે અમેરિકી વેપાર ખાધ લગભગ 100 બિલિયન ડોલર છે અને પીએમ મોદી તથા અમે એ વાત પર સહમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલી રહેલી અસમાનતાઓને દૂર કરવા માટે વાતચીત કરીશું. જેનો છેલ્લા ચાર વર્ષોમાં ધ્યાન રાખવું જોઈતું હતું. અમે વાસ્તવમાં એક સમાન ખેલનું મેદાન ઈચ્છીએ છીએ, જેના અમે ખરેખર હકદાર છીએ. 

— ANI (@ANI) February 13, 2025

IMEC (ભારત મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર) પર બોલતા ટ્રમ્પે કહ્યું કે અમે ઈતિહાસમાં સૌથી મહાન ટ્રેડ રૂટમાંથી એકના નિર્માણમાં મદદ કરવા માટે મળીને કામ કરવા પર સહમત થયા છીએ. આ ભારતથી  ઈઝરાયેલથી ઈટલી અને આગળ અમેરિકા સુધી ચાલશે. આ વિશે અમે ભારતમાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન અન્ય દેશો સાથે સહયોગ વધારીશું. એક સવાલના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ (પીએમ મોદી) મારા કરતા વધુ ટફ નેગોશિએટર છે અને તેઓ મારાથી ઘણા સારા નેગોશિએટર છે. તેમની સાથે મારો કોઈ મુકાબલો પણ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news