ટ્રમ્પ સામે નીકળ્યો ભારતીયોને અમેરિકામાંથી કાઢવાનો મુદ્દો, પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- અમે તેમને પાછા તો લઈ રહ્યા છીએ પરંતુ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ અને ત્યારબાદ પત્રકાર પરિષદ યોજાઈ. આ દરમિયાન હાલમાં જ અમેરિકાથી સૈન્ય વિમાનમાં ગેરકાયદે પ્રવાસી  ભારતીયોને મોકલવાનો મુદ્દો પણ ઉઠ્યો. જાણો શું કહ્યું પીએમ મોદીએ?

ટ્રમ્પ સામે નીકળ્યો ભારતીયોને અમેરિકામાંથી કાઢવાનો મુદ્દો, પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- અમે તેમને પાછા તો લઈ રહ્યા છીએ પરંતુ...

અમેરિકામાંથી પ્લેનમાં ભરીને 100થી વધુ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવાનો મુદ્દો પીએમ મોદી સામે પણ ઉઠ્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે જ્યારે એક પત્રકારે પીએમ મોદીને આ સવાલ કર્યો તો તેમણે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું. પીમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા તો લઈ રહ્યા છીએ પરંતુ વાત અમારા માટે અહીં અટકતી નથી. 

શું કહ્યું પીએમ મોદી
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સવાલ ફક્ત ભારતનો નથી. વૈશ્વિક રીતે અમે માનીએ છીએ કે ગેરકાયદેસર રીતે જે લોકો બીજા દેશોમાં હોય છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાનૂની હક નથી. આમ કહીને તેમણે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ઉપર પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે તો અમે હંમેશા કહ્યું છે કે જે સાચા અર્થમાં ભારતનો નાગરિક હશે તે જો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હશે તો ભારત તેમને પાછા લેવા માટે તૈયર છે. 

— ANI (@ANI) February 13, 2025

તેમણે કહ્યું કે આ સામાન્ય પરિવારના બાળકો  હોય છે. તેમને મોટા મોટા સપના દેખાડવામાં આવે છે. મોટાભાગના એવા લોકો હોય છે જેમને ભ્રમિત કરીને લાવવામાં આવે છે. આથી માનવ તસ્કરીમાં લાગેલા આ સંપૂર્ણ ઈકોસિસ્ટમ પર આપણે વાર કરવો જોઈએ. અમેરિકા અને ભારતની સહિયારી કોશિશ છે કે આ પ્રકારની ઈકોસિસ્ટમને ખતમ કરવામાં આવે જેથી કરીને માનવ તસ્કરી બંધ થાય. 

— ANI (@ANI) February 14, 2025

પીએમ મોદીએ કહ્યું કે ગરીબ લોકો પોતાનું ધન-સંપત્તિ વેચીને આવે છે. તેમને સપના દેખાડવામાં આવે છે. આ તેમની સાથે પણ અન્યાય છે. અમારી મોટી લડાઈ એ સમગ્ર ઈકોસિસ્ટમ વિરુદ્ધ છે અને મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ ઈકોસિસ્ટમને ખતમ કરવામાં ભારતનો સહયોગ કરશે. 

— Dan Scavino (@Scavino47) February 13, 2025

પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી ડો. એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ અમેરિકા ગયા છે. પીએમ મોદીએ સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી. મસ્ક પોતાના ત્રણેય ભૂલકાઓ સહિત પરિવાર જોડે બ્લેયર હાઉસ પહોંચ્યા. મોદી સાથે મુલાકાત વખતે પરિવાર પણ સાથે હતો. મસ્કના પરિવાર સાથે પોતાની વાતચીતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે એલન મસ્કના પરિવારને મળવું, અને વિવિધ વિષયો પર વાતચીત કરવી એ પણ ખુશીની વાત હતી. મોદીએ મસ્કના ત્રણ બાળકો સાથે પણ વાતચીત કરી જે બે બેઠક બાદ ત્યાં હાજર હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news