Cleaning Tips: વર્ષો જુના એલ્યુમિનિયમના વાસણ પણ ચાંદી જેવા ચમકશે, બેકિંગ સોડામાં આ વસ્તુ મિક્સ કરીને સાફ કરજો એકવાર
Cleaning Tips: એલ્યુમિનિયમના કુકર, કઢાઈ જેવી વસ્તુઓનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આ વાસણ ધીરેધીરે કાળા પડી જતા હોય છે. તેના પર પડેલા ડાઘને દુર કરવા હોય અને તે નવા હોય એવા ચમકાવી દેવા હોય તો આ રીતે તેને સાફ કરજો.
Trending Photos
Cleaning Tips: રસોડામાં એલ્યુમિનિયમની કઢાઈ, કુકર જેમાં વાસણનો ઉપયોગ થતો હોય છે. જો આ વાસણ નિયમિત વપરાતા હોય તો તેના તળિયા કાળા પડી જાય છે અને વાસણ પણ ઝાંખા પડી જાય છે. રોજના વાસણની જેમ આ વાસણને સાફ કરવામાં આવે તો પણ તેના પર પડેલા કાળા અને પીળા ડાઘ ઝડપથી જતા નથી. ધીરે ધીરે આ ડાઘ વધવા લાગે છે અને વાસણ કાળું પડી જાય છે. જો તમારા ઘરના એલ્યુમિનિયમના વાસણ પણ કાળા પડી રહ્યા છે તો તમે તેને નવા હોય તેવા ચમકાવી શકો છો. આજે તમને એક એવો ઘરેલુ નુસખો જણાવીએ જેની મદદથી એલ્યુમિનિયમના વાસણ ચાંદી જેવા ચમકી જશે.
બેકિંગ સોડા કરશે જાદુ
બેકિંગ સોડા અને લીંબુ રસોડામાં સરળતાથી મળી જાય એવી વસ્તુઓ છે. આ બંને વસ્તુને મિક્સ કરીને તમે એલ્યુમિનિયમના વાસણને ચમકાવી શકો છો. તેના માટે જે વાસણને સાફ કરવું હોય તેને સૌથી પહેલા ગરમ કરો અને પછી ગેસ બંધ કરી દો. હવે તેમાં થોડું પાણી ઉમેરો અને પાણીમાં બે ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરી દો અથવા તો લીંબુની છાલ ઉમેરી દો. જ્યારે બેકિંગ સોડા પેસ્ટ બની જાય તો તેના વડે કુકરના ડાઘને સાફ કરો. 15 મિનિટ માટે વાસણને બેકિંગ સોડાના મિશ્રણ સાથે જ છોડી દો. ત્યાર પછી સ્ક્રબની મદદથી વાસણને ઘસીને સાફ કરી લો. સાફ કરશો એટલે બધો જ મેલ નીકળી જશે.
મીઠું અને લીંબુ
બેકિંગ સોડા ઘરમાં ન હોય તો મીઠું અને લીંબુની મદદથી પણ કુકરને સાફ કરી શકો છો. વાસણને ગરમ કરીને તેના પર મીઠું અને લીંબુ છાંટો. ત્યાર પછી લોઢાના સ્ક્રબની મદદથી વાસણ ઠંડું પડે એટલે તેને સાફ કરી નાખો.
ટમેટાથી કરો સફાઈ
એલ્યુમિનિયમના કુકર અને વાસણને સાફ કરવા માટે ટમેટા પણ ઉપયોગી છે. એક પાકેલું ટમેટું કાપી અને જે જગ્યાએ ડાઘ હોય ત્યાં રગડો. ટમેટું લગાવીને વાસણને 10 થી 15 મિનિટ માટે રાખો. ત્યાર પછી સ્ક્રબની મદદથી વાસણને સાફ કરી લો. વાસણ પર લાગેલા તેલ અને મસાલાના ડાઘ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે