Earth Overshoot Day : આજની સ્થિતિ રહી તો 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!

આજે #EarthOvershootDay છે, જે દિવસે માનવ સમુદાયે સૃષ્ટિના એક વર્ષનું આખું બજેટ વાપરી નાખ્યું છે. આ દિવસની તારીખ દર વર્ષે ઘટતી જઈ રહી છે. જો આજના જેવી જ સ્થિતી રહેશે તો 2050 સુધીમાં આપણું ભવિષ્ય ટકાવી રાખવા માટે આપણને 3 નવી પૃથ્વીની જરૂર પડશે. 
 

Earth Overshoot Day : આજની સ્થિતિ રહી તો 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ આજે #EarthOvershootDay છે, જે દિવસે માનવ સમુદાયે સૃષ્ટિના એક વર્ષનું આખું બજેટ વાપરી નાખ્યું છે. આ દિવસની તારીખ દર વર્ષે ઘટતી જઈ રહી છે. જો આજના જેવી જ સ્થિતી રહેશે અને તેમાં કોઈ પરિવર્તન નહીં આવે તો 2050 સુધીમાં આપણું ભવિષ્ય ટકાવી રાખવા માટે આપણને 3 નવી પૃથ્વીની જરૂર પડશે. 

ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના એક અભ્યાસ અનુસાર, "આજની તારીખે આપણે જે રીતે પૃથ્વીનાં સ્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ તેને જોતાં દુનિયામાં રહેલાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે 1.75 પૃથ્વીની જરૂર છે. વર્ષ 2019ની 29 જુલાઈના સોમવાર સુધીમાં માનવ સમુદાયે પૃથ્વી પર રહેલા તમામ પ્રકારનાં સ્રોત જેમ કે પાણી, જમીન અને સ્વચ્છ હવાનો સંપૂર્ણ ઉપયોગ કરી લીધો છે. આ કારણે જ હવે 'Earth Overshoot Day' છેલ્લા 20 વર્ષથી દર વર્ષે 2 મહિના પાછળ ખસતો જઈ રહ્યો છે અને આ વર્ષની તારીખ તો અત્યાર સુધીમાં સૌથી આગળની છે."

કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં સ્થિત પર્યાવરણ જૂથે એક નિવેદનમાં જણાવ્યું કે, "Earth Overshoot Day,  29 જુલાઈના રોજ આવ્યો છે, તેનો અર્થ એવો થાય છે કે પૃથ્વીની જૈવસૃષ્ટિ પુનઃઉત્પાદિત થાય તેની સરખામણીમાં માનવ સમુદાય વર્તમાનમાં સૃષ્ટિનો 1.75 જેટલી ઝડપે ઉપયોગ કરી રહ્યો છે. એટલે કે, આપણે અત્યારે 1.75 પૃથ્વીનો ઉપયોગ કરી રહ્યા છીએ."

— Population Matters (@PopnMatters) July 29, 2019

સંસ્થાએ વધુમાં જણાવ્યું કે, "વિશ્વમાં જૈવવ્યવસ્થાનો જે રીતે વધુ પડતો વપરાશ થઈ રહ્યો છે તેના પાછળનું કારણ વનનાબૂદી(જંગલોનો સર્વનાશ), જમીનનું ધોવામ, જૈવ-વિવિધતાનો નાશ અને વાતાવરણમાં કાર્બનડાયોક્સાઈડનું વધતું જતું પ્રમાણ છે. જેની સીધી અસર જળવાયુ પરિવર્તન પર પડી રહી છે અને તેના કારણે જ હવે હવામાન વિનાશક સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે."

Earth Overshoot Dayની ગણતરી 1986થી શરૂ કરવામાં આવી હતી અને તે દર વર્ષે ધીમે-ધીમે પાછળ ખસતો જઈ રહ્યો છે. વર્ષ 1993માં તે 21 ઓક્ટોબરના દિવસે આવ્યો હતો, વર્ષ 2003માં આ તારીખ પાછળ ખસીને 22 સપ્ટેમ્બર થઈ ગઈ, વર્ષ 2017માં 2 ઓગસ્ટ હતી અને માત્ર બે વર્ષમાં જ તે વધુ પાછળ 29 જુલાઈ પર આવી ગઈ છે. 

ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના સ્થાપક મેથિસ વેકર્નેગલે જણાવ્યું કે, "આપણી પાસે માત્ર એક જ પૃથ્વી છે અને માનવ સમુદાયના અસ્તિત્વ માટે પણ આ એક જ ગ્રહ છે. આપણે હવે કોઈ પણ પ્રકારના વિનાશ વગર પણ 1.75 પૃથ્વીનો ઉપયોગ કરી શકીએ એમ નથી."

— Damon Gameau (@damongameau) July 29, 2019

Climate COP25ના ચેરપર્સન અને ચીલીના પર્યાવરણ મંત્રી મારીયા કેરોલિનાએ ડિસેમ્બર મહિનામાં સિન્ટિયાગોમાં જણાવ્યું હતું કે, "Earth Overshoot Dayની તારીખ વધુ ને વધુ પાછળ ખસતી રહેવા પાછળનું મુખ્ય કારણ વધતું જતું કર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન છે. હવે જો આજે આપણે જાગીશું નહીં અને આ બાબત સંબંધિત ત્વરિત પગલાં નહીં લઈએ તો બહું મોડું થઈ જશે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news