Corona: આ દેશમાં માસ્ક ન પહેરવા પર મળે છે અનોખી સજા, તમે પણ જાણીને ચોંકી જશો


કોરોના વાયરસ (CoronaVirus)ને રોકવા માટે બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કરવો સામાન્ય વાત છે, પછી તે ભારત હોય કે બીજા દેશો. નવી દિલ્હીથી લઈને વોશિંગટન સુધી લોકો નિયમોને નેવે મુકીને કોરોનાને રોકવાના સરકારના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. 
 

  Corona: આ દેશમાં માસ્ક ન પહેરવા પર મળે છે અનોખી સજા, તમે પણ જાણીને ચોંકી જશો

જકાર્તાઃ કોરોના વાયરસ (CoronaVirus)ને રોકવા માટે બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કરવો સામાન્ય વાત છે, પછી તે ભારત હોય કે બીજા દેશો. નવી દિલ્હીથી લઈને વોશિંગટન સુધી લોકો નિયમોને નેવે મુકીને કોરોનાને રોકવાના સરકારના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. પરંતુ ઈન્ડોનેશિયા (Indonesia)એ નિયમ તોડનાર લોકોને જાગૃત કરવા માટે એક અનોખી રીત અપનાવી છે. 

ઈસ્ટ જાવા પ્રશાસન  (Indonesia's East Java)એ માસ્ક ન પહેરનાર લોકો માટે એવી સજાની જાહેરાત કરી છે, જેને સાંભળતા લોકોનો પરસેવો છૂટવા લાગે છે. સજા હેઠળ માસ્ક વગર ઝડપાયેલા લોકોએ કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની કબર ખોદવી પડશે. હાલમાં ગેરસિક રીજેન્સી (Gresik regency)એ આઠ લોકોને માસ્ક નહીં પહેરવા પર ગામમાં એક જાહેર કબ્રસ્તાન (Public Cemetery in Ngabetan village)મા કબર ખોદવાની સજા આપવામાં આવી છે. 

આશા છે કે લોકો સુધરશે
કોર્મ જિલ્લાના પ્રમુખ  (Cerme district head) સ્યૂનોએ કહ્યુ કે, અમારી પાસે કબર ખોદનારની કમી છે. તેથી માસ્ક ન પહેરનાર લોકોને આ કામમાં લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, જે આઠ લોકોને સજા સંભળાવી હતી, તેમાંથી પ્રત્યેક બે લોકોને એક કબર ખોદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સ્યૂનોને આશા છે કે આ અનોખી સજાને કારણે લોકો નિયમોનો ભંગ કરવાની ભૂલ કરશે નહીં. 

કોરોના વાયરસની સારવારમાં વૈજ્ઞાનિકોને 'મહત્વપૂર્ણ સફળતા', તૈયાર કરવામાં આવી નવી દવા  

અત્યાર સુધી 8723 લોકોના મૃત્યુ
ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ઈન્ડોનેશિયામાં અત્યાર સુધી કોરોના મહામારીના 218,382 કેસ સામે આવી ચુક્યા છે અને 8723 લોકોના મૃત્યુ થયા છે. ઈસ્ટ જાવાની વાત કરીએ તો અહીં 38088 પોઝિટિવ સામે આવ્યા છે. કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકાર આક્રમક રીતે નિયમોનું પાલન કરાવી રહી છે. સરકારનું કહેવું છે કે મહામારી નિવારણ માટે લાગૂ નિયમોના પાલનથી કોરોનાને ફેલાતો રોકી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news