લંડનમાં આતંકી હુમલો, ઘણા લોકોને ચાકુ મારનાર હુમલાખોરને પોલીસે કર્યો ઢેર


લંડનમાં આતંકી હુમલાના સમાચાર છે. દક્ષિણ લંડનના સ્ટ્રીથમમાં એક વ્યક્તિએ લોકો પર ચાકુથી હુમલો કરી દીધો છે. 
 

લંડનમાં આતંકી હુમલો, ઘણા લોકોને ચાકુ મારનાર હુમલાખોરને પોલીસે કર્યો ઢેર

નવી દિલ્હીઃ લંડનમાં આતંકી હુમલાના સમાચાર છે. દક્ષિણ લંડનના સ્ટ્રીથમમાં એક વ્યક્તિએ લોકો પર ચાકુથી હુમલો કરી દીધો હતો. મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ કહ્યું, સ્ટ્રીથમમાં સુરક્ષા અધિકારીઓએ એક વ્યક્તિને ઠાર કર્યો છે. હાલની માહિતી પ્રમાણે તેણે લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો. 

આ પહેલા પોલીસે કહ્યું કે, આ ઘટના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને સ્ટ્રીથમ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી હતી. એક પ્રત્યક્ષદર્શીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, હુમલો કરનારે લોકોને ચાકુથી માર્યા, ત્યારબાદ પોલીસે તેને ઠાર કરી દીધો છે. 

— Metropolitan Police (@metpoliceuk) February 2, 2020

ઘણા લોકો ઈજાગ્રસ્ત
લંડનની મેટ્રોપોલિટન પોલીસે કહ્યું, સ્ટ્રીથમમાં એક વ્યક્તિને હથિયારબંધ અધિકારીઓએ ગોળી મારી દીધી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિએ ઘણા લોકોને ચાકુ માર્યો છે. સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઘટનાને આતંકી ઘટનાથી જોડીને જોવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news