VIDEO: પાકિસ્તાનના મંત્રી હોશિયારી મારવા ગયા, પરંતુ પૂર્વ PMના પત્નીએ નાક કાપી લીધુ
એક વીડિયો વાઈરલ થયો છે જેમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ મનમોહન સિંહના ઘરે ગયા હતાં.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહના અવસરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. વિનમ્રતાથી જીવન જીવતા ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ પણ કર્યાં. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે મનમોહન સિંહ વિશે વાત કરી. તેમણે તેઓ જ્યારે મનમોહન સિંહને મળ્યાં હતાં ત્યારની વાતો યાદ કરી જો કે એક કિસ્સો એવો થયો કે કુરેશીએ થોડી અસહજતા પણ મહેસૂસ કરવી પડી.
એક વીડિયો વાઈરલ થયો છે જેમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ મનમોહન સિંહના ઘરે ગયા હતાં. તેમણે તે સમયે ચા પીવડાવી હતી. મનમોહન સિંહના પત્નીએ તે ચા બનાવી હતી. જો કે તેમણે કહ્યું કે તે વખતે મનમોહન સિંહ તેમના માટે પોતે જાતે ચા લઈને આવ્યાં હતાં. પરંતુ આ બધી વાતો થતી હતી ત્યાં શાહ મહેમૂદે વિચારવા માટે મજબુર થવું પડ્યું હતું.
Shah Mahmood Qureshi, Manmohan Singh ko yaad karwa rahay hain main apkay ghar aya tha, aap ne mujhe chai apnay hath se di.
Moral of the story: Tea was fantastic. pic.twitter.com/JaiCmTTBq0
— Naila Inayat नायला इनायत (@nailainayat) November 9, 2019
કારણ કે જ્યારે મહેમૂદ કુરેશીએ આ કિસ્સો વર્ણવતા કહ્યું કે હું તમારા ઘરે આવ્યો હતો. બેગમ સાહિબાએ ચા બનાવી અને મનમોહન સિંહ પોતે ચા લઈને આવ્યાં હતાં. અને હું પાછો આવ્યો મેં લોકોને આ વાત જણાવી. મેં કહ્યું કે મનમોહન એક મોટા માણસ છે. જો કે આ દરમિયાન મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌરે પૂછી લીધુ કે તમે ક્યારે આવ્યાં હતાં અમારા ઘરે? જેના પર કુરૈશીએ થોડું વિચારવું પડ્યું અને કહ્યું કે 90ના દાયકામાં આવ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં લોકોએ કુરેશીની મજાક ઉડાવી છે. એટલું જ નહીં કેટલાક લોકોએ કુરેશીના ચાવાળા નિવેદન પર તેમની ટીકા પણ કરી. આ ઘટનાનો વીડિયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે મનમોહન સિંહ અને તેમના પત્ની ગુરુશરણ કૌર શનિવારે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન બાદ કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબમાં દર્શન માટે ગયા હતાં. તેઓ કરતારપુર સાહિબ જનારા પહેલા જથ્થામાં સામેલ હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે