રશિયા-યુક્રેન યુદ્ધ: પુતિનને કેમ સતાવી રહ્યો છે યુક્રેનનું J ફેક્ટર, શું છે ઝેલેન્સ્કીનું બ્રહ્માસ્ત્ર?
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ પૂરું થયું નથી. પરંતુ આ દરમિયાન એક નાની મિસાઈલે રશિયાના સૈનિકોની હાલત ખરાબ કરી નાંખી છે. અમેરિકામાં બનેલી આ મિસાઈલથી યુક્રેનના સૈનિક રશિયાના સૈનિકોની અનેક ટેન્ક અને તોપને નષ્ટ કરી નાંખી છે.
Trending Photos
કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ પૂરું થયું નથી. પરંતુ આ દરમિયાન એક નાની મિસાઈલે રશિયાના સૈનિકોની હાલત ખરાબ કરી નાંખી છે. અમેરિકામાં બનેલી આ મિસાઈલથી યુક્રેનના સૈનિક રશિયાના સૈનિકોની અનેક ટેન્ક અને તોપને નષ્ટ કરી નાંખી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે અટકશે તે કોઈ જાણતું નથી. અમેરિકા સહિત અનેક દેશ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. પરંતુ જિદ્દી રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પર તેની કોઈ અસર જોવા મળતી નથી. દરેક વ્યક્તિને લાગે છે કે હવે આ યુદ્ધમાં યુક્રેનની હાર નક્કી છે અને રાષ્ટ્રપતિ વ્લોલોડિમીર ઝેલેન્સ્કીએ હથિયાર નાંખી દેવા જોઈએ અને રશિયાની બધી માગણીઓને માની લેવી જોઈએ. જોકે એકબાજુ યુક્રેનના હથિયાર નાંખી દેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો અને બીજીબાજુ પુતિનને યુક્રેનના જે ફેક્ટકનો ડર સતાવી રહ્યો છે.
શું છે J ફેક્ટર?:
J નો અર્થ થાય છે અમેરિકી જેવલિન મિસાઈલ. યુદ્ધમાં યુક્રેનની મદદ માટે આગળ આવેલા અમેરિકાએ તેને 10 કરોડની મદદની જાહેરાત કરી છે. અમેરિકાએ યુક્રેનને જેવલિન હથિયાર આપ્યા છે. અમેરિકા અને નાટો રશિયા સાથે સીધી લડાઈ લડી શકે તેમ નથી. આથી તે યુ્ક્રેનને જેવલિન મિસાઈલ આપીને યુક્રેનને મજબૂત બનાવી રહ્યા છે. આ હથિયાર મળ્યા પછી યુક્રેન ફરી એકવાર પોતાને મજબૂત સ્થિતિમાં જોઈ રહ્યું છે અને રશિયાની સેનાને નિશાન બનાવી રહ્યું છે.
જેવલિનથી કેમ ડરે છે પુતિન?:
આ મિસાઈલ દ્વારા યુક્રેની સેનાએ રશિયાની સેના પર ભારે કહેર મચાવ્યો છે. અને તેમની અનેક ટેન્ક ખતમ કરી નાંખી છે. સૈન્ય વિશેષજ્ઞ પણ આ વાતને માની રહ્યા છે કે અમેરિકામાં બનેલ આ હળવા પરંતુ ઘાતક હથિયારે યુક્રેનના સૈનિકોને રશિયાની ટેન્કો અને તોપખાનાને ભારે નુકસાન પહોંચાડવામાં મદદ કરી છે. રશિયાના સૈનિક જેમ-જેમ કીવ તરફ આગળ વધી રહી છે. તેમ તેમ યુક્રેનની સેના તેનો ઉપયોગ વધારે કરી રહી છે. યુક્રેની સૈનિકોએ જેવલિન મિસાઈલ હુમલાનું એવું ચક્રવ્યૂહ રચ્યું કે આ ટેન્ક, રશિયાની સૈનિકોની કબર બની ગઈ છે. યુક્રેનની સૈનિકો જેલિમ મિસાઈલનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે જેને જોઈને એવું લાગે છે કે ટૂંક સમયમાં યુક્રેનમાં ઘૂસેલા રશિયાના સૈનિકો ખતમ થઈ જશે.
કેમ ખાસ છે જેવલિન મિસાઈલ:
જેવલિન અમેરિકામાં બનેલી એક એન્ટી ટેન્ક મિસાઈલ છે. આ મિસાઈલ વજનમાં હળવી હોવાના કારણે ખભા પર રાખીને ઓપરેટ કરી શકાય છે. તેના મિસાઈલ લોન્ચરનું વજન 11થી લઈને 24 કિલોગ્રામ સુધીનું હોય છે. આ લોન્ચરમાં ડે-નાઈટ વિઝન પણ હોય છે. જેવલિન મિસાઈલની સૌથી ખાસ વિશેષતા એ છે કે તે ટારગેટનો પીછો કરીને તેનો ખાત્મો કરે છે. તેની આ વિશેષતા તેને જમીની લડાઈમાં સૌથી ખતરનાક બનાવે છે. જેવલિન મિસાઈલથી બે પ્રકારના હુમલા કરવામાં આવે છે. પહેલા કોઈ ડ્રોન કે ઓછી ઉંચાઈવાળા યુદ્ધ વિમાનને તોડી પાડવા માટે. બીજો જમીની લડાઈમાં ટેન્ક કે બખ્તરબંધ ગાડીઓ પર સીધું નિશાન લગાવવા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે