સૂજેલી આંખ લઈને આવેલી મહિલાનું ચેક અપ કરતા ડોક્ટરોના હાજા ગગડી ગયા, જુઓ VIDEO
તાઈવાનમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ડોક્ટરોએ એક મહિલાની આંખમાંથી ચાર જીવિત મધમાખીને બહાર કાઢી છે.
Trending Photos
નવી દિલ્હી: તાઈવાનમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ડોક્ટરોએ એક મહિલાની આંખમાંથી ચાર જીવિત મધમાખીને બહાર કાઢી છે. આ સમગ્ર મામલે ડોક્ટરોનું કહેવું છે કે આવો આ સૌપ્રથમ મામલો છે કે જેમાં જીવિત મધમાખી કોઈ વ્યક્તિની આંખની અંદર હતી. હકીકતમાં પીડિતાની આંખ પર સોજો આવી ગયા બાદ તે હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ ચેક અપ દરમિયાન જોયું કે મહિલાની આંખની અંદર ચાર મધમાખીઓ હતી. આ મધમાખી આંસુ પીને જીવિત રહી હતી. મહિલાના સદભાગ્યે ડોક્ટરો આ મધમાખી તેની આંખમાંથી કાઢવામાં સફળ રહ્યાં હતાં.
કીડા જેવી કોઈ વસ્તુ જોવા મળતા આખો મામલો સામે આવ્યો
ગાર્જિયનમાં પ્રકાશિત અહેવાલ મુજબ નેત્ર વિશેષજ્ઞ અને હોસ્પિટલના હેડ ડો. હુંગ ચી ટિંગે જણાવ્યું કે મને આંખની અંદર જોતા કોઈ કીડા જેવી વસ્તુ જોવા મળી. ત્યારબાદ મેં સતર્કતાથી માઈક્રોસ્કોપના માધ્યમથી તેને જોયું અને સાવધાનીપૂર્વક આંખમાંથી બહાર કાઢી. આવો આ પહલો મામલો ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ મહિલાની આંખમાં મધમાખી પાકની લલણીના કારણે પહોંચી હતી.
પાણીથી આંખ ધોતા પણ સમસ્યા દૂર ન થઈ
મહિલાને આંખમાં ખુબ પરેશાની થતી હતી. તેણે વિચાર્યું કે આંખમાં કચરો જવાથી આ સમસ્યા થાય છે. આંખને પાણીથી ધોતા પણ સમસ્યા દૂર ન થઈ અને આંખો સૂજી ગઈ. એક દિવસ પછી મહિલા સારવાર માટે હોસ્પિટલ પહોંચી અને ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું. સોજાના કારણે મહિલાને જોવામાં પણ તકલીફ પડતી હતી.
જોવાની ક્ષમતાને 80 ટકા સુધી બચાવી લેવાઈ
ડોક્ટરોએ સમયસર સારવાર કરતા મહિલાની જોવાની ક્ષમતાને 80 ટકા સુધી બચાવી લેવાઈ હતી. તેને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી. ડોક્ટરોના જણાવ્યાં મુજબ મહિલાની આંખની રોશની એટલા માટે બચી કારણ કે તેણે પોતાની આંખને મસળી નહતી. સામાન્ય રીતે લોકો કોઈ પણ પરેશાની થતા આંખો ચોળી લે છે જે ખોટું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે