થાઈલેન્ડઃ 17 દિવસ બાદ ગુફામાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા 12 બાળકો અને તેના કોચ, આ છે સંપૂર્ણ ઘટનાક્રમ
થાઇલેન્ડમાં સંકરી ગુફામાં એક પખવાડિયાથી વધુ સમય સુધી જળ સમાધિની પ્રવેશિકાને હરાવીને મંગળવારે 12 કિશોર ફુટબોલ ખેલાડીઓ અને તેમના કોચને અંતે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા.
Trending Photos
મે સાઈ (એપી): થાઇલેન્ડમાં સંકરી ગુફામાં એક પખવાડિયાથી વધુ સમય સુધી જળ સમાધિની પ્રવેશિકાને હરાવીને મંગળવારે 12 કિશોર ફુટબોલ ખેલાડીઓ અને તેમના કોચને અંતે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. થાઇ નેવી સીલે આની જાહેરાત કરી છે.
આ સાથે છેલ્લા એક પખવાડિયા કરતા વધુ સમયથી આ ઘટનામાં તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે બચાવ અભિયાન ચલાવી રહ્યું હતું, તે સફળતાપૂર્વક સંપન્ન થઈ ગયું તથા દુનિયાભરના લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ બચાવ અભિયાન વિશ્વભરમાં ચર્ચામાં હતું.
ઉત્તરી થાઇલેન્ડમાં 23 જૂને પૂરનું પાણી પ્રવેશ કરવાથી ગુફાની અંદર 12 બાળકો અને તેના ફુટબોલ કોચ ફસાઇ ત્યારબાદ તેને બહાર કાઢવા માટે ચલાવેલા બચાવ અભિયાનનો અત્યાર સુધીનો ઘટનાક્રમ આ પ્રકારે છે.
રાત થવા પર તેના બાળકો પરત ન ફરતા તેમના માતા-પિતાએ લાપતા થવાની ફરિયાદ નોંધાવી. ગુફાના પ્રવેશ દ્વાર પર બાળકોની સાઇકલો મળી અને રાતમાં શોધવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું.
- 24 જૂન: સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને બચાવકર્મિઓની ટીમે શોધ શરૂ કરી.
- 25 જૂન: સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવકર્મિઓની ટીમે શોધ શરૂ કરી.
- 25 જૂન: બાદમાં શોધ અભિયાનને આગળ વધારતા બાળકોના આગળ જવાના રસ્તાને શોધવામાં આવ્યો.
-26 જૂન: થાઇ નૌસેનાની સીલના સભ્યો અને અન્ય અભિયાન સાથે જોડાયા. ગૃહ પ્રધાન અનુપોંગ પોઓજિંદાએ કહ્યું કે, ગુફાના માર્ગમાં પાણી ભરાઈ ગયું છે. ૉ
- 27 જૂનઃ ભારે વરસાદને કારણે અભિયાનમાં વિઘ્ન આવ્યું. અમેરિકી સેના, બ્રિટનના ગુફા નિષ્ણાંત અને ગુફાની જાણકારી રાખનાર ઘણા વ્યક્તિઓ આ અભિયાનમાં જોડાયા.
-28 જૂનઃ પહાડની બહાર કાણું પાડીને ગુફામાંથી પાણી કાઢવાનો પ્રયત્ન શરૂ થયો. ગુફાના અન્ય પ્રવેશદ્વારની શોધ શરૂ થઈ.
- 29 જૂનઃ વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચા ફુફાની પાસે પહોંચ્યા અને પરિવારજનોને આશા ન છોડવા માટે વિનંતી કરી.
- 30 જૂનઃ લાપતા બાળકોની જગ્યાની જાણકારી મેળવવાનો પ્રયત્ન શરૂ થયો. ઓસ્ટ્રેલિયા અને ચીન સહિત વિશ્વના વધુ નિષ્ણાંતો બચાવ કાર્યમાં સામેલ થયા.
-1 જુલાઇ : બચાવકાર્યમાં લાગેલા ગોતાખોર ગુફાની અંદર આગળ વધવામાં સફળ રહ્યાં.
-2 જુલાઇ : ગુફાની જાણકારી રાખનારા બે બ્રિટિશ નિષ્ણાંતોએ લાપતા બાળકો અને તેના કોચની જગ્યાની જાણકારી મેળવી લીધી. બાળકો સાથેની વાતચીતનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો.
-3 જુલાઇ : વીડિયો જારી કરવામાં આવ્યો. બાળકો એકબીજા સાથે વાતચીત કરતા દેખાયા.
-4 જુલાઇ : નૌસેના સીલના સાત સભ્યો અને એક ડોક્ટરે બાળકો સુધી ભોજન અને દવા પહોંચાડવાનું અભિયાન ચલાવ્યું. બાળકોને બહાર લાવવાના વિવિધ વિકલ્પો પર ચર્ચા થઈ.
-5 જુલાઇ : બાળકોને તરવાની રીત વિશે જાણકારી આપવામાં આવી. પાણી કાઢવાનો પ્રયત્નમાં ગતી આવી.
-6 જુલાઇ : આગળ આફત વધવાની આશંકાને કારણે અધિકારીઓએ બાળકોને ઝડપથી બહાર કાઢવાના સંકેત આપ્યા. ગુફાની અંદર ઓક્સીજનનું સ્તર ઘટવાને લઈને ચિંતા વધી. અભિયાન દરમિયાન ઓક્સીજનની કમીને કારણે સીના પૂર્વ સદસ્યનું મોત.
-7 જુલાઇ : વરસાદની આશંકાને કારણે અધિકારીઓએ આગામી દિવસોમાં બાળકોને કાઢવાની સૂચના આપી.
-8 જુલાઇ : અધિકારીઓએ કહ્યું કે, બચાવ અભિયાન શરૂ કરવાનો સમય આવી ગયો છે. બચાવકર્મિઓએ સાંકડા રસ્તામાંથી ચાર બાળકોને બહાર કાઢ્યા.
-9 જુલાઇ : બચાવ અભિયાનના બીજા દિવસો વધુ ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા.
- 10 જુલાઇઃ બચાવ અભિયાનના ત્રીજા દિવસે બચાવકર્મિઓએ બાકીને ચાર બાળકો અને કોચને બહાર કાઢ્યા. આ રીતે બે સપ્તાહથી વધુ ચાલેલા આ અભિયાનનો અંત થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે