ક્યારેય નથી મરતો ધરતી પર રહેનારો આ અનોખો જીવ, કારણ જાણીને ચોંકી જશો
કહેવાય છે કે ધરતી પર આવનાર દરેક જીવ પોતાનું આયુષ્ય લખાવીને આવ્યો છે. જેનો જન્મ છે તેનું મરણ નક્કી છે. તે પછી મનુષ્ય હોય, પ્રાણી કે જંતુ. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે એક એવા જીવથી શોધ કરી છે જે અમર છે. જાણો ક્યો છે આ અદ્ભૂત જીવ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાનો એકમાત્ર એવો જીવ જે ક્યારેય મરતો નથી. વાંચીને આશ્ચર્ય થાય તેવી આ હકીકત સામે આવી છે. ટૂરટૉપસિસ ડૉર્હ્ની(turritopsis dohrnii) નામનો જીવ ક્યારેય મરતો નથી. તેની ઉંમરનો સાચો અંદાજ નથી લગાવી શકાતો. આ જીવની ખાસિયત એ છે કે સેક્સ્યુએલી મેચ્યોર થયા બાદ તે ફરી બાળક વાળા સ્ટેજમાં આવી જાય છે. જે બાદ તે ફરી વિકસિત થઈ જાય છે. આવું તેની સાથે હંમેશા થતુ રહે છે. એટલે તે બાયોલૉજિકલી ક્યારેય નથી મરતું. આવો જાણીએ આ જીવ વિશે. આ જીવનું નામ ટૂરટૉપસિસ ડૉર્હ્ની(turritopsis dohrnii) છે. જે જેલીફિશની એક પ્રજાતિ છે. તેને અમર જેલીફિશ પણ કહેવાય છે. તેનો આકાર ખૂબ જ નાનો હોય છે. તે જ્યારે પૂરી રીતે વિકસિત થઈ જાય છે ત્યારે તેના શરીરનો વ્યાસ સાડા ચાર મિલીમીટર થઈ જાય છે. તેની લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય છે.
યુવા ટૂરટૉપસિસ ડૉર્હ્ની(turritopsis dohrnii)ના 8 ટેન્ટિકલ્સ એટલે કે સૂંઢ હોય છે. જ્યારે સેક્સ્યુઅલી મેચ્યોર થઈ ચુકેલા જેલીફિશના 80 થી 90 ટેંન્ટિકલ્સ હોય છે. તે સામાન્ય રીતે સમુદ્રની તળેટીમાં રહે છે. જેના બે રૂપ હોય છે. આ જેલીફિશની અન્ય પ્રજાતિઓ પણ છે. જે દુનિયાભરમાં મળી આવે છે. ટૂરટૉપસિસ ડૉર્હ્ની(turritopsis dohrnii)નો જન્મ પ્રશાંત મહાસાગરમાં થયો હતો. હવે તે લગભગ તમામ સાગરમાં મળે છે. આકારમાં નાના અને પારદર્શક હોય છે. તેણે ચુપચાપ પોતાનો વ્યાપ વધારી દીધો છે. સામાન્ય રીતે ટૂરટૉપસિસ ડૉર્હ્ની કેટલા દિવસ જીવે છે તે સ્પષ્ટ નથી પરંતુ તે મરતો નથી.
ટૂરટૉપસિસ ડૉર્હ્ની(turritopsis dohrnii) પોતાને નવા રૂપમાં બદલી લે છે. એટલે તેની કોઈ ઉંમર નથી હોતી પરંતુ નાની એવી લાઈફસાયકલ હોય છે. પરંતુ સમુદ્રનું તાપમાન 20 થી 22 ડિગ્રી થાય તો તે 25 થી 30 દિવસમાં વયસ્ક થઈને ફરી બાળક બની જાય છે. જો સમુદ્રનું તાપમાન 14 થી 25 ડિગ્રી હોય તો તે 18 થી 22 દિવસમાં જ સેક્સ્યુઅલી મેચ્યોર થઈને પાછું બાળક બની જાય છે. આના માટે તેના શરીરમાં ખાસ પ્રકારની કોશિકાઓ હોય છે. ટૂરટૉપસિસ ડૉર્હ્ની(turritopsis dohrnii) જેલીફિશ જ્યારે વયસ્ક હોવાની કગાર પર એટલે કે 12 ટેન્ટિકલ્સ સાથે હોય છે ત્યારે ખુદને બદલવા માટે સિસ્ટ જેવા સ્ટેજમાં ચાલી જાય છે. આ આખી પ્રક્રિયા બે દિવસમાં થઈ જાય છે. આ દરમિયાન નથી તેમના વર્તનમાં કોઈ ફેરફાર થતો કે નથી તેમને કોઈ પ્રકારની ઈજા થતી.
જીવની દુનિયામાં આ એકમાત્ર એવો જીવ છે જે પોતાના જીવનને પુરી રીતે પલટી દે છે. ટૂરટૉપસિસ ડૉર્હ્ની માંસાહારી છે. જે જૂપ્લેંકટૉન્સ ખાય છે.સાથે જ માછલીના ઈંડા અને નાના મોલસ્ક તેનો મનપસંદ આગાર છે. તે મળ અને ભોજન બંને મોઢાથી જ કરે છે. તે પોતાની સુંઢથી શિકાર કરે છે. તરવા માટે પણ તેનો જ ઉપયોગ કરે છે. તેમના શરીરમાં 95 ટકા પાણી હોય છે. ટૂરટૉપસિસ ડૉર્હ્નીને સમુદ્રની બહાર અલગ પ્રકારના પાણીમાં રાખવું મુશ્કેલ છે. વૈજ્ઞાનિકોએ મુશ્કેલી તેને કેટલાક સમય માટે પાણીની બહાર જીવિત રાખ્યું. બે વર્ષ સુધી આ જીવને પાળવા દરમિયાન સામે આવ્યું છે આ દરમિયાન 11 વાર તેમણે પોતાના મારીને બાળક બનાવ્યું.
(તસવીર સૌજન્યઃ Twitter) https://twitter.com/EarthDayNetwork/status/1371507115404169218
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે