ફેબ્રિક કે સર્જિકલ માસ્ક? WHO ની ગાઇડલાઇન- ક્યારે ક્યું માસ્ક પહેરો, જાણો શું છે ડબલ માસ્ક પરનું રિસર્ચ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) હાલમાં એક ટ્વીટ કરી સર્જિકલ અને ફેબ્રિક માસ્ક પર એક ગાઇડલાઇન જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Surgical mask or Fabric mask: દેશ કોરોના વાયરસની બીજી લહેરની ઝપેટમાં છે. સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી સૌથી સુરક્ષિત ઉપાય માસ્ક, બે ગજની દૂરી અને હેન્ડવોશ કરવા છે. બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. માસ્કને લઈને અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી છે. સર્જિકલ માસ્ક, ફેબ્રિક માસ્કની સાથે સાથે ડબલ માસ્કની પણ વાતો થઈ રહી છે. આ વાતોમાં તે મુદ્દો તો સ્પષ્ટ છે કે માસ્ક સારી ક્વોલેટીનું પહેરવું ફરજીયાત છે. હવે સવાલ છે કે ક્યું માસ્ક પહેરવું જોઈએ? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ હાલમાં એક ટ્વીટ કરી સર્જિકલ માસ્ક અને ફેબ્રિક માસ્કને લઈને એક ગાઇડલાઇન જારી કરી છે. તો અમેરિકી સંસ્થા સેન્ટર ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ડબલ માસ્કના પ્રોટેક્શન પર એક સ્ટડી જારી કરી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) મેડિકલ કે સર્જિકલ માસ્ક અને ફેબ્રિક માસ્કના ઉપયોગને લઈને જરૂરી ગાઇડલાઇન જારી કરી છે. ટ્વીટ દ્વારા એક વીડિયો શેર કરી સંગઠને જણાવ્યું કે, ક્યા સમયે ક્યું માસ્ક પહેરવું જોઈએ. જેથી કોરોના સંક્રમણથી પ્રોટેક્શન મળી શકે.
😷Masks during #COVID19: Who should wear them, when and how ⬇️pic.twitter.com/wCCaZu79PB
— World Health Organization (WHO) (@WHO) April 18, 2021
ક્યારે પહેરવું મેડિકલ કે સર્જિકલ માસ્ક
WHO પ્રમાણે હેલ્થ વર્કર્સ, કોરોના લક્ષણવાળા લોકો અને કોરોના સંક્રમિત દર્દીની દેખરેખ કરતા લોકોએ મેડિકલ કે સર્જિકલ માસ્ક પહેરવું જોઈએ. આ સિવાય જે વિસ્તારમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અથવા એક મીટરના સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ રહ્યું નથી, ત્યાં 30 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને તેવા લોકો જેને પહેલાથી કોઈ બીમારી છે તેણે મેડિકલ કે સર્જિકલ માસ્ક પહેરવું જોઈએ.
Watch this video to see how to wear a medical mask😷 during #COVID19⬇️pic.twitter.com/qPPVfokHn7
— World Health Organization (WHO) (@WHO) April 18, 2021
ફેબ્રિક માસ્ક ક્યારે પહેરવું
વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહ પ્રમાણે એવા લોકો જે કોવિડથી સંક્રમિત નથી કે જેમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી, તે ફેબ્રિક માસ્કનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લોકો, ઓફિસમાં કામ કરતા લોકો, રાશનની દુકાનમાં કામ કરતા કે રાશનની ખરીદી કરતા સમયે, ભીડભાડ વાળી જગ્યાએ જવા સમયે તમે ફેબ્રિક માસ્કનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચોઃ રેમડેસિવિર કોરોનાની રામબાણ દવા નથી, દેશના નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યા કોરોનાથી બચવાના ઉપાય
ડબલ માસ્ક પર શું છે સ્ટડી
અમેરિકાની સંસ્થા સેન્ટર ફોડ ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને હાલમાં કરેલા એક અભ્યાસમાં કહેવું કે જો બધા લોકો ડબલ માસ્ક પહેરવા લાગ્યા તો કોવિડના ખતરાને આશરે 95 ટકા ઘટાડી શકાય છે. તેવામાં તમે જો કોઈ ભીડભાડવાળી જગ્યા જેમ કે એરપોર્ટ, બસ સ્ટેન્ડ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યાં છે તો ડબલ માસ્કનો ઉપયોગ કરો. તે માટે સર્જિકલ માસ્કની ઉપર કપડાનું માસ્કનો યૂઝ કરી શકાય છે. જો તમે N-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે તો ડબલ માસ્કની જરૂર નથી.
(નોટઃ માસ્ક સંબંધી કોઈપણ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતો કે ચિતિત્સક સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે