વડોદરાના કરખડી ગામની સબ પોસ્ટ ઓફિસનાં સબ પોસ્ટ માસ્તરે MIS ના બંધ ખાતામાંથી કરી લાખોની ઠગાઇ

જિલ્લાનાં પાદરા તાલુકાના કરખડી ગામની સબ પોસ્ટ ઓફિસનાં સબ પોસ્ટ માસ્તરે એમઆઇએસનાં બંધ ખાતામાંથી 3,23,700 રૂપિયા ઉપાડી લીધાની ઉચાપત કરી હોવાનું એડિટમાં બહાર આવતા વડુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. 

વડોદરાના કરખડી ગામની સબ પોસ્ટ ઓફિસનાં સબ પોસ્ટ માસ્તરે MIS ના બંધ ખાતામાંથી કરી લાખોની ઠગાઇ

વડોદરા : જિલ્લાનાં પાદરા તાલુકાના કરખડી ગામની સબ પોસ્ટ ઓફિસનાં સબ પોસ્ટ માસ્તરે એમઆઇએસનાં બંધ ખાતામાંથી 3,23,700 રૂપિયા ઉપાડી લીધાની ઉચાપત કરી હોવાનું એડિટમાં બહાર આવતા વડુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાદરા સબ પોસ્ટ ઓફીસમાં પી.એ તરીકે ફરજ બજાવતા અશોક કુમાર મણીલાલ પટેલ 31 ઓગસ્ટ 2018થી 19 માર્ચ 2019 દરમિયાન કરખડી સબ પોસ્ટ ઓફિસ ખાતે સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે. તે સમય દરમિયાન તેમણે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને કરખડી પોસ્ટ ઓફિસમા માસિક આવક યોજનાના બંધ થયેલા ખાતાની સિસ્ટમમાં ટેક્નિકલ રીતે જમા થયેલા વ્યાજનાં નાણા ઉપાડીને ફોર્મમાં ખાતેદારની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજોના આધારે કુલ 3,23,700 રૂપિયા ઉપાડી લીધા હતા. 

જો કે આ સમગ્ર ગોટાળો ઓડિટમાં બહાર આવ્યો હતો. ઉચાપતની વિગતો ઓડિટમાં બહાર આવ્યા બાદ અશોક પટેલ વિરુદ્ધ ઇન્સપેક્ટર ઓફ પોસ્ટ ઓફિસીસ વેસ્ટ સબ ડિવિઝન પાદરાનાં નીતિનભાઇ પરમાર દ્વારા વડુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news