પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને કર્યા ભારતના વખાણ, કહ્યું પાકિસ્તાનની શહબાઝ સરકાર છે ગુલામ

Pakistan Imran Khan Praises India: મહત્વનું છે પાકિસ્તાના પીએમ પદેથી હટાવ્યા બાદ અવાર નવાર ઈમરાન ખાન ભારતના વખાણ કરતા જોવા મળે છે..ત્યારે આ વખતે ભારતની વિદેશ નીતિના વખાણ કરી પાકિસ્તાનની વર્તમાન શહબાઝ સરકારને ગુલામ ગણાવી છે.

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને કર્યા ભારતના વખાણ, કહ્યું પાકિસ્તાનની શહબાઝ સરકાર છે ગુલામ

Pakistan Imran Khan Praises India: પાકિસ્તાનમાં સરકાર બદલાયા બાદ જૂના સત્તાધીશોના શૂર પણ બદલાયેલાં જોવા મળી રહ્યાં છે. સત્તા ગુમાવ્યા બાદ સતત પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના વખાણ કરતા આવ્યાં છે. કોઈકને કોઈક વાતે મોકો જોઈને ઈમરાન ખાન ભારતના વખાણ કરવાનું ચુકતા નથી. આજે ફરી એકવાર ઈમરાન ખાને ભારતના વખાણ કર્યાં છે. એટલું જ નહીં ઈમરાન ખાને તો એ હદે કહી દીધું કે ભારત પાસેથી કંઈક શીખો એ સતત આગળ વધી રહ્યું છે. અને પાકિસ્તાનની શાહબાઝ સરકાર તો ગુલામ છે.

ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન હવે કોઈકને કોઈક કારણ શોધીને ભારતના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે. ફરી એકવાર પાકના પૂર્વ પીએમ ઈમરાન ખાને કર્યા ભારતના વખાણ, કહ્યું- ભારતની વિદેશ નીતિ પર કોઈનું દબાણ નથી. ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. જ્યારે તેની સરખામણીએ પાકિસ્તાનની હાલત સાવ ખરાબ છે. પાકિસ્તાનની વર્તમાન સરકારે દેશને ગુલામ બની દીધો છે. 

 

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને કહ્યું કે એક તરફ ભારત ક્વાડ દ્વારા અમેરિકાની સાથે છે તો બીજી તરફ તે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ પણ ખરીદી રહ્યું છે. પોતાની પાર્ટીના લોંગ માર્ચને સંબોધતા ઈમરાને કહ્યું કે પાકિસ્તાન અને ભારત એકસાથે આઝાદ થયા હતા પરંતુ તેમની વિદેશ નીતિમાં મોટો તફાવત છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને કહ્યું, "ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેના પર કોઈ દબાણ નથી. અમારે ભારત પાસેથી શીખવાની જરૂર છે. ભારત ક્વાડ ગ્રૂપમાં અમેરિકાની સાથે છે, તેમજ રશિયા પાસેથી તેલ ખરીદે છે. સસ્તા દરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news