FIFA World Cup 2022: આજથી ફૂટબોલ વર્લ્ડ કપની ધૂમ, જાણો કઈ ટીમ છે જીતની પ્રબળ દાવેદાર

FIFA Football World Cup 2022: આજથી ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ. શાનદાર ઉજવણી સાથે દુનિયાની સૌથી રોમાંચક ગેમની શરૂઆત. આ ટુર્નામેન્ટમાં 64 મેચ રમવામાં આવશે. આ વખતે ફિફા વર્લ્ડ કપની શરૂઆત યજમાન કતાર અને એક્વાડોર વચ્ચેની મેચથી થશે. જો કે આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરની 32 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ચાર ટીમો ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચાલો આ ટીમો પર એક નજર કરીએ.

FIFA World Cup 2022: આજથી ફૂટબોલ વર્લ્ડ કપની ધૂમ, જાણો કઈ ટીમ છે જીતની પ્રબળ દાવેદાર

નવી દિલ્હીઃ દુનિયાભરના ઢગલાબંધ સ્પોટ્સની એક્ટિવીટી થાય છે. એમાંય દરેક દેશની પોતાની એક રમત હોય છે. ત્યારે આ સ્થિતિમાં એક રમત એવી છે જેને સ્પોટ્સની દુનિયામાં સૌથી રોમાંચક, સૌથી મોટી અને સૌથી શાનદાર માનવામાં આવે છે. આ રમત એટલે ફૂટબોલ. કહેવાય છેકે, ફૂટબોલ જેટલી રોમાંચક રમત દુનિયાભરમાં બીજી કોઈ નથી. આજથી ફીફા ફૂટબોલના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. 28 દિવસ, 32 ટીમો અને 64 મેચ…અર્થાત કુલ 28 દિવસ સુધી આ રોમાંચક રમતનો રોમાંચ દુનિયા માણશે. જેમાં દુનિયાભરની સૌથી શ્રેષ્ઠ 32 ટીમો એટલેકે, 32 દેશો ભાગ લઈ રહ્યાં છે. અને આ ટુર્નામેન્ટમાં 64 મેચ રમવામાં આવશે. આ વખતે ફિફા વર્લ્ડ કપની શરૂઆત યજમાન કતાર અને એક્વાડોર વચ્ચેની મેચથી થશે. જો કે આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરની 32 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ચાર ટીમો ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચાલો આ ટીમો પર એક નજર કરીએ.

 

Can't wait for another tomorrow! Don't miss it at 5.30pm local time! 🎤🎵#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/Cq4g39Aap8

— FIFA World Cup (@FIFAWorldCup) November 19, 2022

 

1) ફ્રાન્સ-
ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સતત બીજો વર્લ્ડ કપ જીતીને ઈટાલી (1934, 1938) અને બ્રાઝિલ (1958, 1962)ના રેકોર્ડની બરોબરી કરવા ઈચ્છશે. બે વખત (1998, 2018) વર્લ્ડ કપ જીતનાર ફ્રાન્સ પાસે Mbappe જેવા ઉભરતા સ્ટાર્સ છે, જ્યારે બેન્ઝેમા જેવા અનુભવી ખેલાડી પણ ટીમનો એક ભાગ છે. ગ્રુપ ડીમાં આ વખતે ફ્રાંસની સાથે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે.

2) જર્મની-
ચાર વખત ટ્રોફી જીતી ચૂકેલ જર્મની આ વખતે પણ ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જર્મની ગ્રૂપ ઈમાં જાપાન, સ્પેન અને કોસ્ટા રિકા સાથે છે. કોચ હેન્સી ફ્લિકની ટીમ 2014ના ઈતિહાસનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે. થોમસ મુલર અને મેટ્સ હમલ્સ જેવા ખેલાડીઓનો અનુભવ આ વર્લ્ડ કપમાં કામમાં આવશે.
 

3) બ્રાઝિલ-
પાંચ વખત વર્લ્ડ કપ વિજેતા, બ્રાઝિલ આ ટૂર્નામેન્ટમાં સૌથી સફળ દેશ છે. બ્રાઝિલ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે 21 વખત વર્લ્ડ કપનો ભાગ રહ્યો છે. બ્રાઝિલ સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂનની સાથે ગ્રુપ જીમાં છે. 2002માં છેલ્લી વખત ચેમ્પિયન બનેલા બ્રાઝિલ પાસે ફિફા રેન્કિંગમાં ટોચના સ્થાને રહેલા નેમાર, જીસસ જેવા મુખ્ય સ્ટ્રાઈકરોને કારણે છઠ્ઠી વખત જીતવાની તક છે.

4) આર્જેન્ટિના-
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીનાની ટીમ આ વખતે ટ્રોફીની પ્રબળ દાવેદારમાં ટોચ પર છે. આર્જેન્ટિના ગ્રુપ સીમાં સાઉદી અરેબિયા, મેક્સિકો અને પોલેન્ડ સાથે છે. લિયોનેલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાથી આ સૌથી ફેવરિટ ટીમોમાંથી એક છે. આર્જેન્ટિનાની ટીમ છેલ્લી 35 મેચમાં અજેય રહી છે. આ ટીમે છેલ્લે ડિએગો મેરાડોનાની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીત્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news