Ebay Layoff: વૈશ્વિક સ્તરે લોકોની નોકરીઓ પર તોળાઈ રહ્યું છે જોખમ, હવે આ કંપનીમાં છટણી
Ebay Layoff: ઈ કોમર્સ દિગ્ગજ ઈબે કંપનીએ વ્યાપક આર્થિક સ્થિતિનો હવાલો આપતા લગભગ 500 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. જે વૈશ્વિક સ્તર પર તેમના કર્મચારીઓના લગભગ 4 ટકા છે. ઈબેના સીઈઓ જેમી ઈયાનોને કર્મચારીઓને એક નોટમાં તાજેતરમાં છટણીની જાહેરાત કરી હતી.
Trending Photos
ઈ કોમર્સ દિગ્ગજ ઈબે કંપનીએ વ્યાપક આર્થિક સ્થિતિનો હવાલો આપતા લગભગ 500 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. જે વૈશ્વિક સ્તર પર તેમના કર્મચારીઓના લગભગ 4 ટકા છે. ઈબેના સીઈઓ જેમી ઈયાનોને કર્મચારીઓને એક નોટમાં તાજેતરમાં છટણીની જાહેરાત કરી હતી. જિને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનની સાથે રજૂ કરાઈ છે.
ઈયાનોને કહ્યું કે કરાયેલા કાર્યોને કંપનીના ગ્રાહકો માટે વધુ સારા એન્ડ ટુ એન્ડ અનુભવ પ્રદાન કરવાની ક્ષમતાને મજબૂત કરવા અને પ્લેટફોર્મ પર વધુ નવાચાર અને માપદંડોનું સમર્થન કરવા માટે ડિઝાઈન કરાયું છે. તેમણે પોતાની નોટમાં એમ પણ કહ્યું હતું કે આ ફેરફાર અમે બદલાતા મેક્રો, ઈકોમર્સ અને ટેક્નોલોજીના પરિપ્રેક્ષ્યની સાથે અનુકૂળ અને ફ્લેક્સ ચાલુ રાખવા માટે ઉચ્ચ ક્ષમતાવાળા ક્ષેત્રો- નવી ટેક્નોલોજી, ગ્રાહક નવાચાર અને પ્રમુખ બજારોમાં રોકાણ કરવા અને નવી ભૂમિકાઓ બનાવવા માટે વધારાનું સ્થાન આપે છે.
આ બધા વચ્ચે વીડિયો કમ્યુનિકેશન એપ ઝૂમ પણ લગભગ 1300 લોકોની છટણી કરી રહ્યું છે. તેના સીઈઓ એરિક યુઆને તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આવનારા નાણાકીય વર્ષ માટે મારા વેતનમાં 98 ટકાની કમી કરી રહ્યો છું અને નાણાકીય વર્ષ 23ના પોતાના કોર્પોરેટ બોનસને પણ છોડી રહ્યો છું.
(અહેવાલ સાભાર -IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે