Gold Price Latest : સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, અહીં જુઓ 14થી 24 કેરેટ સુધીનો ભાવ

આજે દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે એટલે કે 3 મેએ 24 કેરેટ સોનું 169 રૂપિયાના વધારા સાથે  46960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે.

Gold Price Latest : સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, અહીં જુઓ 14થી 24 કેરેટ સુધીનો ભાવ

નવી દિલ્હીઃ Gold Price Today 3rd May 2021 : આજે દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે એટલે કે 3 મેએ 24 કેરેટ સોનું 169 રૂપિયાના વધારા સાથે  46960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 497 રૂપિયા મજબૂત થઈને 68297 રૂપિયા પહોંચી ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ (ibjarates.com) પ્રમાણે 3 મે 2021ના દેશભરમાં સોના-ચાંદીનો હાજર ભાવ આ પ્રકારે રહ્યો છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે આજે સોની બજારોમાં 23 કેરેટ સોનાનો ભાવ એવરેજ 46772 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો, 22 કેરેટનો ભાવ 43015 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે 18 કેરેટ સોનાનો રેટ 35220 રૂપિયા પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500-1000 રૂપિયાનો તફાવત હોઈ શકે છે. 

ધાતુ 3 મેનો ભાવ (રૂપિયા/10ગ્રામ) 30 એપ્રિલનો ભાવ (રૂપિયા/10ગ્રામ)

 (ભાવમાં ફેરફાર

Gold 999 (24 કેરેટ) 46960 46791 169
Gold 995 (23 કેરેટ) 46772 46604 168
Gold 916 (22 કેરેટ) 43015 42861 154
Gold 750 (18 કેરેટ) 35220 35093 127
Gold 585 ( 14 કેરેટ) 27472 27373 99
Silver 999 68297 67800 497

IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે  IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ટ છે. પરંતુ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી (GST) સામેલ કરવામાં આવતું નથી. સોનું ખરીદતા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે  ibja દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીનો કરન્ટ રેટ લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીના કરન્ટ રેટ કે હાજર ભાવ દરેક જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં સામાન્ય અંતર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news