Stock Market Closing: સેન્સેક્સે રચ્યો ઈતિહાસ, 63,100 પર થયો બંધ, આ શેરમાં થઈ મોટી કમાણી
Share Market Update: સેન્સેક્સ 418 પોઈન્ટના ઉછાળની સાથે રેકોર્ડ હાઈ 63100 પોઈન્ટ પર બંધ થયો છે. તો નિફ્ટી 140 પોઈન્ટની તેજીની સાથે 18758 પોઈન્ટ પર બંધ થયો છે.
Trending Photos
મુંબઈઃ Stock Market Closing: ભારતીય શેર બજારે બુધવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી ઈતિહાસ રચી દીધો છે. બીએસઈ સેન્સેક્સ પ્રથમવાર 63000ના રેકોર્ડ આંકડાને પાર કરી ગયો. તો નિફ્ટી પણ 19000 તરફ ઝડપથી વધી રહી છે. બજારમાં ઘરેલૂથી લઈને વિદેશી રોકાણકારોની જબરદસ્ત ખરીદીને કારણે શાનદાર તેજી જોવા મળી છે. આજનો કારોબાર બંધ થયો ત્યારે સેન્સેક્સ 418 પોઈન્ટના વધારા સાથે રેકોર્ડ હાઈ 63,100 પર બંધ થયો છે. તો નિફ્ટી 140 પોઈન્ટની તેજીની સાથે 18758 પોઈન્ટ પર બંધ થયો છે. આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જેમાં ભારતીય બજારો નવી ઊંચાઈ પર બંધ થઈ છે.
સેક્ટરની સ્થિતિ
બજારમાં સરકારી બેન્કના ઇન્ડેક્સને છોડી દેવામાં આવે તો બધા સેક્ટરના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. કિરિટ પારેખ કમિટીની ભલામણોની અસર ગેસ કંપનીઓના શેર પર જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાં 23 શેર તેજી સાથે તો 7 શેર ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરમાં 42 શેર તેજીની સાથે તો માત્ર 8 શેર લાલ નિશાન સાધે બંધ થયા છે.
આ શેરમાં થયો વધારો
બજારને ઐતિહાસિક સ્તરો પર લઈ જવામાં જે શેરનો હાથ રહ્યો છે તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સામેલ છે, જે 4 ટકાની તેજીની સાથે બંધ થયો છે. તો અલ્ટ્રાટેક સીમેન્ટ 2.16 ટકા, પાવર ગ્રિડ 2.14 ટકા, એચયૂએલ 1.78 ટકા, ભારતી એરટેલ 1.71 ટકા, ટાઇટન કંપની 1.59 ટકા, એશિયન પેન્ટ્સ 1.51 ટકા અને ટાટા સ્ટીલ 1.51 ટકાની તેજી સાથે બંધ થયો છે.
આ શેરમાં થયો ઘટાડો
બજારમાં આજે ઇંડસઇંડ બેન્કના શેર 1.02 ટકા, એસબીઆઈ 0.97 ટકા, એચસીએલ ટેક 0.66 ટકા, આઈટીસી 0.58 ટકા, બજાર ફિનસર્વ 0.33 ટકા, બજાજ ફાયનાન્સ 0.17 ટકા અને ટીસીએસ 0.14 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે