Gold Rate Today: અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: કડાકા બાદ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ફટાફટ લેટેસ્ટ ભાવ ચેક કરી લો.
Trending Photos
કોમોડિટી બજારમાં મેટલ્સમાં સોમવારે મિક્સ રિસ્પોન્સ જોવા મળ્યો. સોનું ફ્લેટ ટ્રેડિંગ કરતું જોવા મળ્યું જ્યારે ચાંદીમાં તેજી હતી. જો કે શરાફા બજારમાં સોનું અને ચાંદી બને ઉછળેલા જોવા મળ્યા છે. જો તમે પણ સોના અને ચાંદીની વસ્તુ કે દાગીના લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું 76,421 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થતું જોવા મળ્યું. તેમાં નહિવત ફેરફાર જોવા મળ્યો. જ્યારે ચાંદી 511 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઉછાળા પર જોવા મળી અને તે 88,903 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ થઈ રહી હતી. જે ગત કારોબારી સેશનમાં 88,392 રૂપિયા પર બંધ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 787 રૂપિયા ઉછળીને 76164 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. શુક્રવારે તે 75377 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં આજે 2267 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તે 87400 રૂપિયા પ્રતિ કલાકની સપાટીએ પહોંચી ગઈ જે શુક્રવારે 85133 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/vcZwo0g2Hj
— IBJA (@IBJA1919) December 23, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/kpW8YDMaEo
— IBJA (@IBJA1919) December 23, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે