મુકેશ અંબાણી ટોપ-10ના લિસ્ટમાંથી થયા બહાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ થયો ઘટાડો

ભારતના બે મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. સંપત્તિમાં ઘટાડો થવાને કારણે અદાણી વિશ્વના ત્રીજા ધનીકની યાદીમાં હવે રહ્યાં નથી. જ્યારે મુકેશ અંબાણી ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. 

મુકેશ અંબાણી ટોપ-10ના લિસ્ટમાંથી થયા બહાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ થયો ઘટાડો

નવી દિલ્હીઃ અરબપતિ ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યાં. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમની જગ્યા લીધી છે. જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે. તે જ સમયે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં, ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયા છે.

આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 683 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તો મુકેશ અંબાણી પણ ટોચના 15 અમીર લોકોની યાદીમાં 10થી 12માં નંબર પર આવી ગયા છે. ચાલો તમને જણાવીએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પ્રોપર્ટી કેટલી ઘટી છે.

મુંકેશ અંબાણીની સંપત્તિ ઘટીને 120 અબજ ડોલર થઈ ગઈ છે. જોકે, અદાણી અને બેઝોસની સંપત્તિમાં કોઈ મોટો ઘટાડો નથી. બેઝોસની સંપત્તિ 121 અબજ ડોલર છે. વિશ્વના સૌથી અમીર લોકોની આ યાદીમાં બર્નાર્ડ આર્નોલ્ટ પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિ 188 અબજ ડોલર છે. તે જ સમયે, ઈલોન મસ્ક 145 બિલિયન ડોલરથી બીજા સ્થાને છે.

અદાણી માટે 2023 અત્યાર સુધી સારુ નથી રહ્યું
ગૌતમ અદાણીની સંપત્તિ માટે વર્ષ 2023 અત્યાર સુધી સારું નથી રહ્યું. વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ એકમાત્ર એવા છે જેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં 683 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ટોપ-10માં અમીરોની વાત કરીએ તો બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 26 અબજ ડોલર, મસ્કની સંપત્તિમાં 8.21 અબજ ડોલર અને બેઝોસની સંપત્તિમાં 13.8 અબજ ડોલરનો વધારો થયો છે.

ટૉપ-15માં પણ અદાણી અંબાણીને નુકસાન
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વિશ્વના ટોપ-15 અમીરોમાં એકમાત્ર એવા છે જેમની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો થયો છે. યાદીમાં ચોથા સ્થાને રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં 683 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તે જ સમયે, મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં  2.38 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણી આ યાદીમાં ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. તે 12મા સ્થાને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news