Ration Card: રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા ખુશખબર, મોદી સરકારે ફ્રી રાશન પર કરી મોટી જાહેરાત
Cabinet Meeting: કેન્દ્ર સરકાર તરફથી યોજનાને કોવિડ મહામારી દરમિયાન એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2022માં તેણે છ મહિના માટે વધારીને સપ્ટેમ્બર સુધી કરવામાં આવી. હવે સરકારે એકવાર ફરી તેણે ત્રણ મહિના માટે વધારીને ડિસેમ્બર 2022 સુધી કરી દેવામાં આવી છે.
Trending Photos
PMGKAY Update: રાશન કાર્ડ ધારકો માટે મોદી સરકારે એક મોટા ખુશખબર આપ્યા છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મીટિંગમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને ત્રણ મહિના માટે વધારી દીધી છે. હવે આ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી ડિસેમ્બર સુધી ફ્રી રાશનનો ફાયદો મળશે.
એપ્રિલ 2020માં શરૂ થઈ હતી યોજના
કેન્દ્ર સરકાર તરફથી યોજનાને કોવિડ મહામારી દરમિયાન એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2022માં તેણે છ મહિના માટે વધારીને સપ્ટેમ્બર સુધી કરવામાં આવી. હવે સરકારે એકવાર ફરી તેણે ત્રણ મહિના માટે વધારીને ડિસેમ્બર 2022 સુધી કરી દેવામાં આવી છે. જોકે, મીડિયા રિપોર્ટમાં આ યોજના છ મહિના વધી શકે છે તેવી વાતો ચાલી રહી હતી.
80 કરોડ લોકોને ફાયદો થશે
સરકાર તરફથી આ જાહેરાત કર્યા બાદ તેનો સીધો ફાયદો 80 કરોડ લોકોને થશે. આ યોજનાને સરકાર તરફથી વધારવાનો ઈશારો પહેલા જ કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્રિય ખાદ્ય વિભાગના સચિવે પણ તેનો ઈશારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દુનિયાની સૌથી મોટી અન્ન યોજના છે.
3.40 લાખ કરોડ ખર્ચ
સરકાર તરફથી યોજનાને આગળ વધારવા માટે સ્ટોક પોઝિશનની વીતેલા દિવસોમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ યોજના પર અત્યાર સુધી 3.40 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી ચૂક્યો છે. કેન્દ્રની આ યોદના હેઠળ દેશના તમામ ગરીબ રાશન કાર્ડ ધારકો પરિવારને 5 કિલો રાશન પ્રતિ વ્યક્તિ આપવામાં આવશે. શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવતી હતી.
તેના સિવાય કેન્દ્ર સરકાર તરફથી 78 દિવસોનું બોનસ રેલવે કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર સરકારના આ નિર્ણયથી લગભગ 11 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે