Post Office ની જબરદસ્ત સ્કીમ- એકવાર કરો રોકાણ, 10 વર્ષમાં ડબલ થઈ જશે રકમ

બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ રોકાણના તમામ વિકલ્પ હાજર છે. અહીં જાણો પોસ્ટ ઓફિસ એફડી વિશે જેને ટાઇમ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. તમે પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટમાં 1,2,3 અને 5 વર્ષ માટે પૈસા જમા કરી શકો છો. 
 

Post Office ની જબરદસ્ત સ્કીમ- એકવાર કરો રોકાણ, 10 વર્ષમાં ડબલ થઈ જશે રકમ

નવી દિલ્હીઃ જો તમે પણ રોકાણ માટે એવો વિકલ્પ શોધી રહ્યાં છો જેમાં તમારા પૈસા ઝડપથી વધે અને કોઈ પ્રકારનું જોખમ ન રહે, તો તમારે પોસ્ટ ઓફિસની એફડી (Post Office FD)માં રોકાણ કરવું જોઈએ. પોસ્ટ ઓફઇસ એફડીને ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit) પણ કહેવામાં આવે છે. તમે પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટમાં 1,2,3 અને 5 વર્ષ માટે પૈસા જમા કરી શકો છો. 

વર્ષ પ્રમાણે વ્યાજદર પણ અલગ-અલગ છે. પરંતુ જો તમે એફડી દ્વારા મોટા પૈસા બનાવવા ઈચ્છો છો તો તમારે તેમાં લાંબા સમય માટે રોકાણ કરવું પડશે. તમે ઈચ્છો તો એફડી દ્વારા તમારા રોકાણને ડબલ કરી શકો છો. અહીં જાણો કઈ રીતે?

જાણો કઈ રીતે ડબલ થશે રકમ
વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં જો 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 7.5 ટકા હિસાબે વ્યાજ મળશે. માની લો કે તમે પોસ્ટ ઓફિસ એફડીમાં 5,00,000 રોકાણ કરો છો તો 7.5 ટકા પ્રમાણે 5 વર્ષ બાદ તેના પર 2,24,974 રૂપિયા વ્યાજ તરીકે મળશે. મેચ્યોરિટી પર વ્યાજ સહિત કુલ રકમ 7,24,974 રૂપિયા મળશે. 

પરંતુ જો તમે તેને ડબલ કરવા ઈચ્છો છો તો તમારે આ રકમને મેચ્યોર થયા બાદ ઉપાડવાની નથી, પરંતુ બીજીવાર પાંચ વર્ષ માટે ફિક્સ કરાવી દેવાની છે. 5 વર્ષ બાદ તેના પર તમને વર્તમાન વ્યાજદર પ્રમાણે 3,26,201 નું વ્યાજ સામેલ થઈ જશે. આ રીતે તમને પાંચ લાખના રોકાણ પર 5,51,175 રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળી જશે અને 10 વર્ષ બાદ કુલ રકમ 10,51,175 રૂપિયા મળશે. 

વર્ષ પ્રમાણે આ છે વર્તમાન વ્યાજદર
1 વર્ષ માટે ફિક્સ થવા પર - 6.8%
2 વર્ષ માટે ફિક્સ થવા પર - 6.9%
3 વર્ષ માટે ફિક્સ થવા પર - 7.0%
5 વર્ષ માટે ફિક્સ થવા પર - 7.5%

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news