મોટા કડાકા પછી શેરબજારમાં ફરી રોનક, સેન્સેક્સમાં 600 પોઇન્ટની તેજી
શુક્રવારે શેરમાર્કેટ મજબૂત બિઝનેસ સાથે ખુલ્યું
Trending Photos
નવી દિલ્હી : ગુરુવારે છ મહિનાના સૌથી મોટા કડાકા પછી શુક્રવારે દેશનું શેરમાર્કેટ મજબૂતી સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે સેન્સેક્સ 431.23 પોઇન્ટની મજબૂતી સાથે 34,432.38 પર અને નિફ્ટી પણ આ સમયે 158.30 પોઇન્ટના વધારા સાથે 10,392.95 પર બિઝેસ કરતો જોવા મળ્યો છે. સવારે લગભગ 10.10 કલાકે સેન્સેક્સ 592.21 પોઇન્ટ વધીને 34,593.36ના સ્તર પર જ્યારે નિફ્ટી 177.05 પોઇન્ટ વધીને 10,411.70ના સ્તર પર જોવા મળ્યો હતો.
અઠવાડિયાના છેલ્લા દિવસે શરૂઆતના બિઝનેસનેમાં ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, બેન્કિંગ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડસ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં લેવાલી છે. બેંક નિફ્ટીમાં પણ તેજી છે. બજાજ ફાઇનાન્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, એચપીસીએલ, યુપીએલ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, યસ બેંક, અદાણી પોટ્સ તેમજ ઇન્ડસઇન્ડ બેંકમાં તેજી જોવા મળી રહી છે.
ગુરૂવારે પણ શેરબજારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક વેચવાલીને પગલે સેન્સેક્સમાં 759 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી પણ 2 ટકા ઘટીને 10,250ની નજીક બંધ રહ્યો હતો.
સેન્સેક્સ છ મહિનાના સૌથી નીચે 759.74 પોઈન્ટ એટલે કે 2 ટકાના ઘટાડા સાથે 34,001.15 પર બંધ રહ્યો હતો. 11 એપ્રિલ, 2018 બાદ સેન્સેસ્ક આ સૌથી નીચા પોઈન્ટે બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 2.16 ટકાના ઘટાડા સાથે 225.45 પોઈન્ટ ઘટીને 10,234.65 પર બંધ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે