Stock Market Opening: શેરબજારમાં તેજીનો માહોલ, રોકાણકારો ખુશખુશાલ, જાણો લેટેસ્ટ અપડેટ

શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રોકાણકારો પણ ખુશખુશાલ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા અને હાલ લીલા નિશાન સાથે જ કારોબાર થઈ રહ્યો છે. 

Stock Market Opening: શેરબજારમાં તેજીનો માહોલ, રોકાણકારો ખુશખુશાલ, જાણો લેટેસ્ટ અપડેટ

Stock Market Live: વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સારા સંકેતોના પગલે આજે શેરબજાર તેજી સાથે ખુલ્યા. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 118.89 અંકના વધારા સાથે 55800 અંકના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી પણ 62 અંક ચડીને 16,661.25 પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 28 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. 

વૈશ્વિક બજારના હાલચાલ
બીજી બાજુ વૈશ્વિક બજારમાંથી પણ સારા સંકેતો મળી રહ્યા છે. ગુરુવારે અમેરિકી બજારમાં તેજીની હેટ્રિક લાગવાથી રોકાણકારોએ રાહતના શ્વાસ લીધા. ડાઉ જોન્સ 150 પોઈન્ટ ઉછળીને બંધ થયો. જ્યારે નાસ્ડેકમાં 1.4 ટકાની તેજી નોંધાઈ. ECB એ 11 વર્ષમાં પહેલીવાર વ્યાજ દરમાં 0.5 ટકાનો વધારો કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news