દીપિકા પાદુકોણે ભાવિ પતિ રણવીર સિંહ માટે જાહેરમાં કહી દીધી મોટી વાત

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આખરે પોતાના લગ્નની તારીખ જાહેર કરી દીધી છે

દીપિકા પાદુકોણે ભાવિ પતિ રણવીર સિંહ માટે જાહેરમાં કહી દીધી મોટી વાત

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આખરે પોતાના લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. તેઓ 15 નવેમ્બરે લગ્ન કરવાના છે. રણવીર અને દીપિકા છેલ્લા છ વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. જોકે આ તારીખ જાહેર થઈ છે ત્યારે દીપિકા આજે કોફી વિથ કરણના એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડમાં દીપિકા સાથે આલિયા ભટ્ટ પણ હાજર રહેશે. આ શોમાં રેપિડ ફાયરમાં દીપિકાએ તેના ભાવિ પતિ રણવીર વિશે જોરદાર કમેન્ટ કરી દીધી હતી. આ શોમાં કરણે જ્યારે દીપિકાને સવાલ કર્યો કે રણવીર કેવા પ્રકારનો પતિ બનશે? આ સવાલ માટે દીપિકાને માવડિયો, અહંકારી પુરુષવાદી તેમજ વહુઘેલો એવા ત્રણ વિકલ્પ આપ્યા હતા. આ સવાલનો જવાબ આપતા દીપિકાએ કહ્યું હતું કે મને લાગે છે કે રણવીર માવડિયો પતિ સાબિત થશે. 

દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર લગ્નની તારીખ જાહેર કરી દીધી. 14 અને 15 નવેમ્બરે રણવીર-દીપિકાએ લગ્નનું એલાન કર્યું છે. રણવીર અને દીપિકાના લગ્નની બહુ લાંબા સમયથી ચર્ચા હતી પણ બંનેએ લગ્ન માટે 15 તારીખની પસંદગી કરી છે કારણ કે 15 નવેમ્બરનું તેમના જીવનમાં ખાસ મહત્વ છે. 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news