AR Rahman Birthday: હિન્દુ પરિવારમાં થયો હતો રહેમાનનો જન્મ, જાણો શા માટે તેમણે કબૂલ્યો ઈસ્લામ ધર્મ
AR Rahman Birthday: સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર એ આર રહેમાન પોતાના ધર્મ પરિવર્તનને લઈને ખુબ ચર્ચામાં રહી ચૂક્યા છે. ધર્મ બદલવા પાછળ શું કહાની હતી તે ખાસ જાણો.
Trending Photos
AR Rahman Birthday: સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર રહેમાન પોતાના મ્યૂઝિકથી માત્ર ઈન્ડિયામાં જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં લોકપ્રિય છે. તેમના ગીત અને મ્યૂઝિકને ખુબ પસંદ કરાય છે. શું તમે જાણો છો કે રહેમાનનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર એ આર રહેમાન પોતાના ધર્મ પરિવર્તનને લઈને ખુબ ચર્ચામાં રહી ચૂક્યા છે. તેમના જન્મદિવસે તેમના ધર્મ બદલવા પાછળ શું કહાની હતી તે ખાસ જાણો.
કઈ ઉંમરે બદલ્યો ધર્મ
એ આર રહેમાનનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનું અસલ માન દિલિપકુમાર હતું. સિંગરે વર્ષ 1989માં 23 વર્ષની વયે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. ત્યારબાદ તેમણે દિલિપકુમાર નામ બદલીને રહેમાન રાખ્યું હતું. સિંગરનું કહેવું છે કે ઈસ્લામનો અર્થ જીવનને સિમ્પલ રીતે જીવવું એમ છે. એક ટોકશો દરમિયાન એ આર રહેમાને જણાવ્યું હતું કે તેમણે કેમ ઈસ્લામ ધર્મ અપનાવ્યો.
કેમ બદલ્યો ધર્મ
રહેમાને જણાવ્યું હતું કે તેમના પિતા જે કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા તેમના છેલ્લા દિવસોનો ઈલાજ એક સૂફીએ કર્યો હતો. કેટલાક વર્ષો બાદ એ આર રહેમાન પોતાના પરિવાર સાથે સૂફીને મળ્યા તો તેમની વાતોથી ખુબ પ્રભાવિત થયા હતા અને તેમણે બીજો ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે એક સૂફી હતા જે પિતાના નિધન પહેલા તેમનો ઈલાજ કરતા હતા. તેઓ ફરીથી મળ્યા તો અમે એક વધુ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો, જેનાથી અમને ખુબ શાંતિ મળી. રિપોર્ટ્સ મુજબ એ આર રહેમાનને તેમનું નામ દિલિપકુમાર પણ ગમતું નહતું. તેમનું કહેવું હતું કે તેમનું નામ તેમની ઈમેજ સાથે મેચ કરતું નહતું.
બે ઓસ્કાર એવોર્ડ
એ આર રહેમાનને 6 નેશનલ ફિલ્મ એવોર્ડ, બે ઓસ્કાર એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ, એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ચૂક્યા છે. એ આર રહેમાનના પત્નીનું નામ સાયરા બાનો છે, તેમના ત્રણ બાળકો ખતીજા, રહીના અને અમીન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે