આ તસવીરને કારણે હિના ખાનને પડી જબરદસ્ત ગાળો, ટ્રોલર્સને મળ્યો જબરદસ્ત વળતો જવાબ

હાલમાં હિના ખાનની તસવીર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે

આ તસવીરને કારણે હિના ખાનને પડી જબરદસ્ત ગાળો, ટ્રોલર્સને મળ્યો જબરદસ્ત વળતો જવાબ

મુંબઈ : હિના ખાન અનેકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બનતી હોય છે. હાલમાં તે ફરીવાર ટ્રોલિંગનો ભોગ બની છે પણ મજાની વાત તો એ છે કે આ વખતે હિના ખાને ટ્રોલર્સને જબરદસ્ત વળતો જવાબ પણ આપ્યો છે. હકીકતમાં હિનાએ પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં રોકી અને હિના ગણેશજીની મૂર્તિ સામે ચંપલ પહેરેલી સ્થિતિમાં જોવા મળ્યા છે. લોકોએ આ તસવીર જોઈને કંઈ સમજ્યા વિચાર્યા વગર તેમને ટ્રોલ કરવાનું કરવાનું શરૂ કરી દીધું છે.

આ પછી હિના ખાને એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે કોઈ મંદિરમાં નહીં પણ એક હોટેલના રિસેપ્શન પર ઉભી છે અને આ કારણે તેણે ચંપલ નહોતા ઉતાર્યા. હિનાએ જણાવ્યું છે કે માત્ર તે જ નહીં પણ મૂર્તિ સામેથી નીકળનાર દરેક વ્યક્તિ ત્યાંથી ચંપલ પહેરીને જ નીકળે છે. 

— Hinakhanhome🏘 (@HinaKhanHome) August 9, 2018

હિના ખાને જેવી આ સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરી કે તરત એના ચાહકોએ ટ્રોલર્સને ચેતવણી આપી દીધી કે તેઓ કારણ વગર હિનાને ટાર્ગેટ ન બનાવે. મળતી માહિતી પ્રમાણે હિના બહુ જલ્દી ‘કસૌટી ઝિંદગી કી’ના બીજા ભાગમાં કોમોલિકાના રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news