'મૈંને પ્યાર કિયા'! બ્લોક બસ્ટર ફિલ્મ, 'કહે તોસે સજના' ગાનારને મળ્યા હતા 76 રૂપિયા, સલમાનની ફી જાણીને ચોંકી જશો

'મૈંને પ્યાર કિયા' એ જમાનાની સુપર ડુપર હીટ ફિલ્મના કલાકારોને એ સમયે મળેલા મહેનતાણાના પૈસા સાંભળશો તો તમે ચોકીં જશો.

'મૈંને પ્યાર કિયા'! બ્લોક બસ્ટર ફિલ્મ, 'કહે તોસે સજના' ગાનારને મળ્યા હતા 76 રૂપિયા, સલમાનની ફી જાણીને ચોંકી જશો

'મૈંને પ્યાર કિયા' એ જમાનાની સુપર ડુપર હીટ ફિલ્મના કલાકારોને એ સમયે મળેલા મહેનતાણાના પૈસા સાંભળશો તો તમે ચોકીં જશો. એ સમયના સુપરહીટ ગીતના ગાયકને 100 રૂપિયા પણ મળ્યા ન હતા. આજે એ  શારદા સિંહા વેન્ટીલેટર પર છે.  શારદા સિંહાએ (Sharda Sinha) સલમાન ખાન (Salman Khan) અભિનીત 2 સુપરહિટ ફિલ્મો માટે ગાયા હતા.

તમને જાણીને નવાઈ લાગશે અને તમે ચોંકી પણ જશો. 'મૈંને પ્યાર કિયા' ફિલ્મ વિશે વાત કરીએ પહેલાં આપણે એ ફિલ્મમાં ગીતો ગાનાર શારદા સિન્હા પર વાત કરીએ. શારદા સિન્હા નવી દિલ્હીની AIIMSમાં દાખલ છે. તે ઓક્સિજન સપોર્ટ પર છે.  શારદા (Sharda Sinha) ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોચની ગાયિકા રહી છે. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે ભોજપુરી તેમજ હિન્દી ફિલ્મો માટે ગીતો ગાયા હતા. છેલ્લી વખત તેણે વેબ સિરીઝ 'મહારાણી'નું ગીત 'નિર્મોહિયા' ગાયું હતું. આ પહેલા તેણે 'ગેંગ ઓફ વાસેપુર'નું 'તાર બિજલી સે પતલે' ગાયું હતું. તેમણે લગભગ 20 વર્ષ પછી બોલિવૂડ ફિલ્મ માટે ગીત ગાયું છે.

શારદા સિન્હાએ (Sharda Sinha) 1994માં રિલીઝ થયેલી 'હમ આપકે હૈ કૌન'માં વિદાય ગીત 'બાબુલ' ગાયું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પહેલાં તેમણે સલમાન ખાનની પહેલી સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'નું ગીત 'કહે તોસે સજના' ('Kahe Tose Sajna') ગાયું હતું. આ ગીત પણ તે સમયે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીત સલમાન ખાન અને ભાગ્યશ્રી પર ફિલ્માવવામાં આવ્યું હતું.

'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રીને 1 લાખ રૂપિયા મળ્યા

આ બંને ફિલ્મોનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ (Sooraj Barjatya) કર્યું હતું. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. SACNILCના રિપોર્ટ અનુસાર, ‘હમ આપકે હૈ કૌન’ ('Hum Aapke Hain Kaun')એ 72 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે. જ્યારે 'મૈંને પ્યાર કિયા'એ 45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 'મૈંને પ્યાર કિયા' ('Maine Pyar Kiya') માટે સલમાનને (Salman Khan) 30 હજાર રૂપિયા મળ્યા હતા. જ્યારે ભાગ્યશ્રીને (Bhagyashree) 1 લાખ રૂપિયા મળ્યા હતા.

શારદા સિન્હાને ગાવાના 76 રૂપિયા મળ્યા

શારદા સિંહાને (Sharda Sinha) આ બંને ફિલ્મોમાં એક-એક ગીત ગાવાનો મોકો મળ્યો. નવભારત લાઈવના અહેવાલ મુજબ, શારદાને 'કહે તોસે સજના' માટે 76 રૂપિયા મળ્યા હતા. આ પછી શારદા સિંહાએ લાંબા સમય સુધી બોલિવૂડ ગીતો ગાયા નહોતા. હાલમાં આ શારદા સિન્હાની (Sharda Sinha) તબિયત ખરાબ છે અને તેઓ વેન્ટિલેટર પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news