'તારક મહેતા' ની બબીતાજીના આ ગ્લેમરસ લુક પરથી નજર નહી હટાવી શકો, 4 મહિનામાં આટલી ફિટ થઈ

મુનમુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે સમાંયકરે પોતાના ફોટા પ્રશંસકો સાથે શેર કરતી રહે છે. આ વખતે તેણે પોતાનો ટ્રાન્સફોર્મેશન લુકની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

 'તારક મહેતા' ની બબીતાજીના આ ગ્લેમરસ લુક પરથી નજર નહી હટાવી શકો, 4 મહિનામાં આટલી ફિટ થઈ

મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરિયલ લોકપ્રિય શોમાંથી એક છે. શોના દરેકે દરેક પાત્રોએ શાનદાર ભૂમિકા ભજવી છે, જેના કારણે શોના દરેક પાત્રોના પોતાના પ્રશંસકો છે. બબીતા જીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા શોમાં જેટલી ગ્લેમરસ દેખાડી છે, તેની અસલી જિંદગીમાં તેના કરતા પણ વધારે બોલ્ડનેસ છે. મુનમુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે સમાંયકરે પોતાના ફોટા પ્રશંસકો સાથે શેર કરતી રહે છે. આ વખતે તેણે પોતાનો ટ્રાન્સફોર્મેશન લુકની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં તેણે પહેલા અને હાલના લુકમાં અંતર દેખાડ્યું છે. મુનમુન દત્તાએ જે રીતે પોતાનું વજન ઓછું કર્યું છે પ્રશંસકો તેની પ્રશંસા કરતા થાકતા નથી.

ટ્રાન્સફોર્મેશન લુક દેખાડ્યો
મુનમુન દત્તાએ પોતાની બે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. પહેલા ફોટામાં તેનું વડન વધેલું હતું, જ્યારે હાલ તે પહેલા કરતા ઘણી ફીટ છે. એક ફોટામાં તેણે સલવાર સૂટ પહેરેલો છે, જ્યારે બીજા ફોટામાં તે જીમના કપડામાં દેખાઈ રહી છે. તસવીરની સાથે મુનમુનને પોતાની વેટ લોસ જર્ની વિશે પણ જણાવ્યું અને લખ્યું છે, 'નિયમિત એક્સરસાઈઝની સાથે વિશેષ પ્રકારનો ડાયેટ પ્લાન સામેલ કર્યો અને મારા શરીરમાં થનાર ફેરફારને મહેસૂસ કર્યો.'

આગળ લાંબો રસ્તો
સારી વાત એ હતી કે ચાર મહિના સુધી વર્ક આઉટ ન કર્યા પછી મેં ફરીથી સતત વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. બદલાવને જોઈ અને અનુભવું છું, મારા વ્યસ્ત શેડ્યૂલમાંથી જ્યારે પણ સમય મળતો ત્યારે કસરત કરવા માટે હું મારા સ્વભાવમાં પાછી આવી ગઈ છું. પરફેક્ટ બોડી મેળવવા માટે ઘણી લાંબી મજલ કાપવાની છે પરંતુ હું ટ્રેક પર છું અને પ્રેરિત પણ છું. આ એક યાત્રા જેવું હશે અને હું આગળ જોઈ રહી છું.

મુંબઈમાં ખરીદયું ધર
મુનમુન દત્તાએ હાલમાં જ મુંબઈમાં પોતાનું ઘર ખરીદયું છે. તેમણે સોશિયલ મીડિયામાં ઘરની ઘણી તસવીરો શેર કરી હતી. મુનમુને જણાવ્યું કે આ મારા માટે કોઈ સપનું પુરું થયું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news