ઠંડી બાદ અંબાલાલ કાકાએ કરી ગરમીની આગાહી, આ ઉનાળો કેવો જશે તે કહ્યું...
Summer Alert By Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સચોટ આગાહી માટે પ્રખ્યાત છે, તેમણે આ વર્ષે ગરમી કેવી પડશે તેની આગાહી કરી
Trending Photos
Summer Alert સપના શર્મા/અમદાવાદ : આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ભુક્કા બોલાવી દીધા. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છે. કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023 નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો આ બાદ માવઠાની પણ આગાહી કરાઈ છે.
આ પણ વાંચો :
અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે.
હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ ઓછું થયું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, હાલ રાજ્યમાં તાપમાન વધતાં ગરમીનો એહસાસ થયો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.4 ડિગ્રી અને નલિયામાં 16.3 ડિગ્રી પારો પહોંચ્યો છે. ફેબ્રુઆરીના મધ્યમાં સીઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ બાકી છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તાપમાન છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે