અમરેલીના રાજુલામાં વધુ એક સિંહનું સારવાર દરમિયાન મોત, ઈનફાઈટમાં ઘાયલ થયાનું તારણ

નોંધનીય છે કે, આ પહેલા દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત થયા હતા. 
 

 અમરેલીના રાજુલામાં વધુ એક સિંહનું સારવાર દરમિયાન મોત, ઈનફાઈટમાં ઘાયલ થયાનું તારણ

અમરેલીઃ ગીર અભ્યારણ અને દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે વધુ એક સિંહનું મોત થયું છે. વન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 7 નવેમ્બરે ફેરણા દરમિયાન એક બે-ત્રણ વર્ષનો સિંહ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ આ સિંહને રેસ્ક્યુ કરીને તેને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ સિંહને ઈન્ફાઇડને કારણે ઈજા થઈ હતી ત્યારબાદ આ ઈજામાં જીવાત પડી ગઈ હતી. સારવાર દરમિયાન આજે સિંહનું મોત થયું હતું. આ સાથે વનવિભાગે જણાવ્યું કે, સિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને વધુ તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 

મહત્વનું છે કે, આ પહેલા ગીરના દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત થયા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કુતરાઓમાંથી ફેલાય છે. ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોના મોત થતા સમગ્ર દેશમાં સિંહોની સલામતી મામલે ચર્ચા જાગી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news