થર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, અસામાજિક તત્વો પર બાઝ નજર

ગુજરાત સરકારે દારૂબંદીના કાયદાને કડક બનાવવાની પહેલ કરી છે. ત્યારે તેની કડક અમલવારી કરવા માટે અને આવતીકાલે થર્ટીફર્સ્ટ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બનાસકાંઠા પોલીસ મુસ્તેદ બની છે

થર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, અસામાજિક તત્વો પર બાઝ નજર

અલકેશ રાવ/ બનાસકાંઠા: દરવર્ષના અંતિમ દિવસને દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટના રૂપમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂ પીને તેમજ દારુની રેલમછેલ કરીને હુડદંગ મચાવવામાં આવે છે. આવા તત્વો ઉપર નકેલ કસાય અને લોકો શાંતિથી થર્ટી ફર્સ્ટ માનવી શકે તે માટે બનાસકાંઠા પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે દારૂબંદીના કાયદાને કડક બનાવવાની પહેલ કરી છે. ત્યારે તેની કડક અમલવારી કરવા માટે અને આવતીકાલે થર્ટીફર્સ્ટ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બનાસકાંઠા પોલીસ મુસ્તેદ બની છે. દારૂ પીને થર્ટી ફર્સ્ટ માનવનારા લોકો ઉપર પોલીસની બાઝ નજર રાખવામાં આવી રહી છે.

રાજસ્થાન-ગુજરાતને સરહદને જોડાતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોર્ક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનો ઉપર પોલીસ નજર રાખી રહી છે અને તમામ વાહનોને બારીકાઈથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો તમામ વાહનોમાં બેસેલા વ્યક્તિઓને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે. બનાસકાંઠાની તમામ પોલીસ ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરેક વાહનમાં આવી રહેલા ચાલક સહિતના મુસાફરોને બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા દારૂ પીધેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યા છે.

થર્ટી ફર્સ્ટના દિવસે રાજસ્થાનના માઉન્ટ આબુ અને આબુરોડથી દારૂ પીને ગુજરાતમાં આવતા અનેક નબીરાઓને દર વર્ષે બનાસકાંઠા પોલીસ દ્વારા પકડવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા પોલીસે આવા તત્વોને ઝડપવા માટે કમર કસી છે અને જિલ્લા વાસીઓ શાંતિથી થર્ટીફર્સ્ટ માનવી શકે તે માટે બનાસકાંઠા જિલ્લાની પોલીસ મુસ્તેદ બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news