ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીઓના એડમિશન માટે મોટો નિર્ણય લેવાયો

Admission News : ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં પ્રવેશ અપાશે....  4 લાખ જેટલા વિદ્યાર્થીઓેને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અપાશે પ્રવેશ... શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય...     
 

ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીઓના એડમિશન માટે મોટો નિર્ણય લેવાયો

Board Exam Fail અતુલ તિવારી/અમદાવાદ : ધોરણ 10માં નાપાસ થતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં પ્રવેશ અપાશે. ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જ શાળામાં પ્રવેશ આપવામા આવશે. આ વર્ષે 2023 થી ધોરણ 10ની પરીક્ષા આપનાર અને નાપાસ થનાર વિદ્યાર્થીઓને પણ આ નિયમ લાગુ પડશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો સાથેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

દર વર્ષે અંદાજે લાખો વિદ્યાર્થીઓ ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય છે. ત્યારે દર વર્ષે નાપાસ થતા 4 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રેગ્યુલર અભ્યાસ સાથે પરીક્ષા આપવાની તક મળશે. અગાઉ ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ અપાતો ન હતો. હાલના નિયમો મુજબ એકવાર વિદ્યાર્થી નાપાસ થાય ત્યારબાદ રિપીટર તરીકે પરીક્ષા આપવાની ફરજ પડતી હતી. ત્યારે હવે પાંચ વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીવાર લાગુ કરાશે.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિનિયમનોમાંથી ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીને રિપીટર તરીકે પરીક્ષા આપવા અંગેની જોગવાઈ રદ કરવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત થઈ હતી. પાંચ વર્ષ પહેલા રદ થયેલા નિયમને કારણે નાપાસ વિદ્યાર્થી ફરીવાર સ્કૂલમાં એડમિશન ન હતા લઈ શકતા. ત્યારે શાળા સંચાલક મંડળની રજૂઆત શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી, હવે શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં પરિપત્ર જાહેર કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news