ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ; અનેક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક, આ ડેમ છલકાયો
Cyclone Biporjoy: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થતા બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. રાજસ્થાનમાં ભારે વરસાદ થતા બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બનાસ નદીમાં પાણીની આવક થતા બનાસ નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
Trending Photos
Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર સમગ્ર ગુજરાતમાં વર્તાઈ છે. ત્યારે આ વાવાઝોડુ કચ્છમાં ટકરાયા બાદ આગળ વધતા બનાસકાંઠા, રાજસ્થાનના વિસ્તારોમાં વર્તાઈ છે, વાવાઝોડાની અસરથી રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ વરસ્યો હતો. જેના પગલે બનાસકાંઠા જળબંબાકાર બન્યું છે.
ભારે વરસાદે બનાસકાંઠાને ઘમરોળ્યું
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યાં છે.
દાંતીવાડા ડેમમાં 51 હજાર 892 ક્યૂસેક પાણીની આવક
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થતા બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. રાજસ્થાનમાં ભારે વરસાદ થતા બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બનાસ નદીમાં પાણીની આવક થતા બનાસ નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજસ્થાનમાં વરસાદ પડતા બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 51 હજાર 892 ક્યૂસેક પાણીની આવક થતા ડેમની સપાટી 577 ફૂટ પહોંચી હતી. આ ડેમની કુસ સરેરાશ 604 ફૂટ છે. હાલ પાણીની આવક થતા ડેમની ભયજનક સપાટી નોંધાઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. છેલ્લા થોડાં દિવસોથી સતત ઉત્તર ગુજરાતમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાની અસરથી રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ વરસ્યો હતો. જેના પગલે બનાસકાંઠા જળબંબાકાર બન્યું છે.
સીપુ ડેમમાં પણ 25 હજાર ક્યૂસેક પાણીની આવક
આ સાથે જ બનાસકાંઠાના સીપુ ડેમમાં પણ 25 હજાર ક્યૂસેક પાણીની આવક થતા છેલ્લા 3 વર્ષના ઈતિહાસમાં ખાલી સીપુ ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બનાસકાંઠાના અમીરગઢના ભમરિયા મીની ડેમ પણ વરસાદી પાણીથી છલકાયો છે. રાજસ્થાન અને અંબાજીમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં આવ્યા નવા નીરની આવત થતા અમીરગઢના ખેડૂતોને લાભ મળશે.
10 ગામને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ
બે દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો.
તમને જણાવી દઈએ કે, 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહન વહેવાર ઠપ થઈ ગયો છે. મોડી રાતે તોફાની વરસાદ બાદ રોડ રસ્તા તૂટ્યા છે. અનેક ગામડાંઓમાં અવરજવર કરવી મુશ્કેલ બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે