ભાજપ સંગઠનમાં મોટાપાયે નવાજૂની થશે, આજે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂ

Gujarat BJP organization Changes : ગુજરાત ભાજપના નવા સંગઠનમાં શુ શું બદલાવ આવશે તેના પર સૌની નજર છે... ત્યારે આ વચ્ચે વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે... પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક 
 

ભાજપ સંગઠનમાં મોટાપાયે નવાજૂની થશે, આજે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂ

Gujarat Politics : ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે, આ વચ્ચે ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે. હાલ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક લાગી છે. આ બ્રેક લગાવવા પાછળનું અસલી કારણ સામે આવ્યું છે.   

ભાજપ દ્વારા સંગઠન પર્વ હેઠળ મંડળ પ્રમુખની વરણી મુલત્વી રાખવાનો મામલો ચર્ચામાં આવ્યા બાદ વરણી મુલત્વી રાખવા માટેનું મોટું કારણ સામે આવ્યું છે. જેમા જાણવા મળ્યું કે, ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના છે. હાલ ભાજપમાં આંતરિક રીતે 580 મંડળ અસ્તિત્વમાં છે. જેને વધારીને 800 કરવાનું આયોજન છે તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. 

તો સાથે જ કેટલાક વર્તમાન મોટા વિસ્તારોને વહેંચીને નાના મંડળ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તાર મુજબ સંગઠન કક્ષાએ નવું સીમાંકન કરી અન્ય કાર્યકરોને પણ પક્ષમાં હોદ્દા મળે એવી વિચારણા છે. આજ મામલે કમલમ પર જિલ્લા મુજબ બેઠકો મળી રહી છે, જેમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. 

અચાનક અટકાવી દેવાઈ હતી પ્રોસેસ
ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને 2 સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત મહાનગરને પણ 2 સંગઠન પ્રમુખ બનશે. 50 થી 70 બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે. આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થયા બાદ વોર્ડ અને મંડળ પ્રમુખ જાહેર કરવાના હોવાથી હાલ પ્રક્રિયા અટકાવી છે. 

ઉલ્લેખનીય છે કે, 9 થી 12 ડિસેમ્બર સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે અટકાવી દેવાઈ છે. હવે 15મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news