સાળંગપુર હનુમાન મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બની અભુતપુર્વ ઘટના
આ વર્ષે લોકડાઉન વખતે હનુમાન જયંતિના દિવસે વર્ષોની ચાલી રહેલી પરંપરા મુજબ જ મહાપુજા અને આરતી અને દાદાને શણગાર કરવામાં આવ્યો છે.
Trending Photos
બોટાદ : કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે બોટાદના વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિર ખાતે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આજે હનુમાન જયંતિ છે ત્યારે સાળંગપુર હનુમાન મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ મંદિરના સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી અને દર્શનાર્થીઓ વગર જ મંદિરના 172 વર્ષા ઇતિહાસમાં પહેલીવાર આરતી કરવામાં આવી છે.
સાળંગપુરના વિખ્યાત મંદિરને 172 વર્ષ થયા છે. આ વર્ષે લોકડાઉન વખતે હનુમાન જયંતિના દિવસે વર્ષોની ચાલી રહેલી પરંપરા મુજબ જ મહાપુજા અને આરતી અને દાદાને શણગાર કરવામાં આવ્યો છે. સાળંગપુર હનુમાન મંદિરમાં પહેલીવાર દર્શનાર્થીઓ વગર હનુમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી રહેલી પરંપરા મુજબ વહેલી સવારે મંદિરમાં પૂજા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કષ્ટભંજન દેવનો અભિષેક કરવામાં આવ્યો હતો.
સાળંગપુર મંદિરમાં દર વર્ષે યજ્ઞ માટે 700 પાટલા રાખવામાં આવે છે જેના દ્વારા સમુહ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ કોરોનાના મહામારી વચ્ચે સરકારના આદેશ પ્રમાણે આ વર્ષે સમૂહ પૂજા બંધ રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે